________________
સની કાંતિ તે એ જાહેરાત જરીપુરાણી થઈ ગઈ છે અને આપણું જમાનાની એક પણ સમસ્યાને તે ઉકેલ લાવી શકતી નથી. રાજકીય સમાનતા તથા મત આપવાના અધિકારથી સાચી સમાનતા, સ્વતંત્રતા કે સુખ પ્રાપ્ત થતું નથી તેમ જ જેમના હાથમાં સત્તા હોય તેમની પાસે જનતાનું શેષણ કરવાના બીજા અનેક માર્ગો હોય છે, એ વસ્તુની તેને પ્રતીતિ થતાં ઘણે સમય લાગ્યો. ફ્રાંસની ક્રાંતિ પછી રાજકીય વિચારે ઘણા , આગળ વધ્યા છે અથવા તેમાં ઘણે ફેરફાર થવા પામે છે અને આજના ઘણાખરા સ્થિતિચુસ્ત લકે પણ ઘણું કરીને મનુષ્યના અધિકારની જાહેરાતના બુલંદ સિદ્ધાંતને સ્વીકાર કરશે. પરંતુ એ આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે એ સ્વીકારને અર્થ એ નથી કે તેઓ સાચી સમાનતા અને સ્વતંત્રતા આપવા તૈયાર હોય છે. વળી આ જાહેરાત ખાનગી મિલકતનું રક્ષણ કરતી હતી. મોટા મોટા, ઉમરા તથા પાદરીઓની જમીનજાગીરે, તેમના ફડલ હક્કો અને વિશિષ્ટ અધિકારને લગતાં બીજાં કારણોસર જપ્ત કરવામાં આવી હતી. પરંતુ મિલકતની માલકી ધરાવવાના હકને તે પવિત્ર અને ઉલ્લંઘન ન કરી શકાય એ ગણવામાં આવ્યો હતો. તે કદાચ જાણતી હશે કે, પ્રગતિશીલ રાજકીય વિચારે અનુસાર તે ખાનગી મિલક્ત એક અનિષ્ટ છે અને બની શકે તેટલા પ્રમાણમાં તે નાબૂદ કરવી જોઈએ.
મનુષ્યના અધિકારની જાહેરાત એ આજે આપણને બહુ સામાન્ય દસ્તાવેજ લાગે એ સંભવિત છે. ભૂતકાળના વીરતાભર્યા આદર્શો વર્તમાન સમયમાં ઘણી વાર બહુ સામાન્ય વસ્તુ બની જાય છે. પરંતુ જ્યારે એ અધિકારોની જાહેરાત કરવામાં આવી ત્યારે તેણે આખા યુરોપને રોમાંચને અનુભવ કરાવ્યું તથા યાતનાઓ અને હાડમારી વેઠી રહેલા દલિત વર્ગોના સારા ભાવિની આશાના સંદેશરૂપ તે લાગતી હતી. પરંતુ રાજાને એ જાહેરાત પસંદ ન પડી. આવો અધર્મ જોઈને તે આ બની ગયું અને તે મંજૂર કરવાની તેણે સાફ ના પાડી. તે હજીયે વસઈમાં રહેતા હતા. આ સમયે પેરીસની સ્ત્રીઓની આગેવાની નીચે પૅરીસની જનતાનું ટોળું વસઈને રાજમહેલ આગળ આવ્યું અને તેણે રાજાને એ જાહેરાતને મંજૂર કરવાની ફરજ પાડી એટલું જ નહિ પણ તેને પેરીસ જવાની પણ ફરજ પાડી. મારા આગલા પત્રના અંતમાં મેં જેને ઉલ્લેખ કર્યો હતે તે વિચિત્ર પ્રકારનું સરઘસ આ જ હતું.