________________
ઇંગ્લંડમાં ઔદ્યોગિક ક્રાંતિને આરંભ ૧૦૫ હાથ કરી લેવા ઉત્સુક હતા; અને એને ખાતર તેઓ કઈ પણ વસ્તુ ચલાવી લેવા તૈયાર હતા. નવાં કારખાનાઓ બાંધવામાં તથા નવાં યંત્ર ખરીદવામાં પુષ્કળ દ્રવ્યની જરૂર પડતી હતી. અને કારખાનું માલ પેદા કરવા માંડે તથા તે માલનું વેચાણ થાય ત્યાર પછી જ નાણાં પાછાં ફરવા લાગે. એટલે કારખાનાના માલિકે કારખાનું બાંધવા માટે અતિશય કરકસર કરતા અને તેમાંથી પેદા થતા માલના વેચાણમાંથી પૈસા આવવા માંડે ત્યારે તેઓ બીજાં નવાં કારખાનાં બાંધવા લાગતા. તેમણે બીજાઓ કરતાં વહેલું ઉદ્યોગીકરણ કર્યું હતું એટલે દુનિયાના બીજા દેશો કરતાં તેઓ આગળ પડ્યા હતા અને એ પરિસ્થિતિને તેઓ લાભ લેવા ચહાતા હતા. અને સાચે જ, તેમણે એને પૂરેપૂરો લાભ ઉઠા. એટલે પિતાને રોજગાર વધારવાની અને વધારે ને વધારે પૈસા કમાવાની આંધળી કામનાને વશ થઈને જેમની મહેનત મજૂરી તેમની ધનદેલતની સામગ્રી પેદા કરી રહી હતી તે રાંક મજૂરોને તેમણે કચડી નાખ્યા.
આમ ઉદ્યોગની આ નવી પદ્ધતિ બળવાન લેકે વડે નિર્બળોના શોષણ માટે ખાસ અનુકૂલ હતી. આપણે જોયું કે સમગ્ર ઈતિહાસકાળ દરમ્યાન બળવાન લેકે નબળાઓને ચૂસતા આવ્યા હતા. કારખાના પદ્ધતિએ એ વસ્તુ વધારે સુગમ બનાવી. કાયદાની દૃષ્ટિએ તે ત્યાં આગળ ગુલામગીરી નહતી પરંતુ વસ્તુતાએ ભૂખે મરતા મજૂરની કે પરવશ બનેલા કારખાનાના મજૂરની દશા પ્રાચીન સમયના ગુલામ કરતાં ભાગ્યે જ સારી કહી શકાય. કાયદે તે કારખાનાના માલિકની સંપૂર્ણપણે તરફેણ કરતે હતે. અરે, ધર્મ પણ તેની તરફેણમાં હતો અને ગરીબોને આ દુનિયાની દુર્દશા વેઠી લઈને પરલેકમાં તેનું વળતર મેળવવાની અપેક્ષા રાખવાનું સૂચવતે. અને રાજકર્તા વગે તે એવી ફાવતી આવતી ફિલસૂફી ઊભી કરી કે સમાજની ધારણુને અર્થે ગરીબ, લે કાની આવશ્યકતા છે એટલે ઓછી મજૂરી આપવી એ સદાચાર છે. જે મજૂરી વધારે આપવામાં આવે તે ગરીબ લેક મેજમજા કરવાનો પ્રયત્ન કરે અને સખત મજૂરી કરે નહિ. આવી જાતના વિચારે અનુકૂળ અને ફાયદાકારક હતા, કેમ કે કારખાનાના માલિકે તથા બીજા ધનિક લેકેના ઐહિક સ્વાર્થને તે બંધ બેસતા આવતા હતા.
એ સમય વિષે જે પુસ્તક લખાયાં છે તેમનું વાચન અત્યંત રસપ્રદ અને બેધક છે. તેમાંથી આપણને ઘણું શીખવાનું મળે છે. ઉત્પાદનની યાંત્રિક પ્રક્રિયાએ અર્થકારણ અને સમાજ ઉપર કેવી ભારે અસર કરી