________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન - બધા જ શોધકે, જેમાંના ઘણાખરાનાં નામે મેં ઉલ્લેખ પણ નથી કે તેઓ, જાતમહેનત કરનાર મજૂર વર્ગમાં પેદા થયા હતા એ હકીકત નેંધપાત્ર છે. આરંભના સમયના આગેવાન ઉદ્યોગપતિઓ પણ આ જ વર્ગમાંથી પેદા થયા હતા. પરંતુ તેમની શેનાં પરિણામે તથા એ શેને લીધે ઉદ્દભવેલી કારખાનાંની પદ્ધતિને લીધે શેઠ તથા મજૂર વચ્ચેનું અંતર હજી વધવાનું હતું. કારખાનાને મજૂર યંત્રના ચકકરના એક દાંતા જેવું બની ગયું અને પ્રચંડ આર્થિક બળાના હાથમાં તે અસહાય થઈ ગયે. એ બળે વિષે તેને કશીયે સમજ નહોતી, પછી તેને કાબૂમાં રાખવાની તે વાત જ શી ? જ્યારે કારીગરે એ તથા શિલ્પીઓએ નવાં કારખાનાંઓને પિતાની સાથે સ્પર્ધા કરતાં તથા પિતાનાં પુરાણ અને સાદાં ઓજારેથી ઘરબેઠાં જે વસ્તુઓ તેઓ માંડ બનાવી શકતા હતા તે કરતાં પણ અતિશય ઓછી કિંમતે એ વસ્તુઓ બનાવીને વેચતાં જોયાં, ત્યારે તેઓને લાગ્યું કે પરિસ્થિતિ કંઈક બગડી છે. પિતાની કશીયે કસુર ન હોવા છતાં તેમને તેમની નાની નાની દુકાનો બંધ કરવી પડી. તેઓ પિતાના જ ધંધામાં પણ ટકી શકે એમ નહતું તે પછી બીજા નવા ધંધામાં સફળ થવાની આશા ઓછી જ હતી. એટલે તેઓ બેકારના સંધમાં ભળ્યા અને ભૂખમરાને ભોગ બન્યા. “ભૂખ એ તે કારખાનાના માલિકને કવાયત કરાવનાર કતાન છે” એમ કહેવામાં આવતું. અને સાચે જ ભૂખે તેમને નવાં કારખાનામાં કામગીરી શોધવાની ફરજ પાડી. કારખાનાના માલિકેએ તેમને તરફ લેશમાત્ર રહેમનજર દાખવી નહિ. બદલામાં માંડ પિટિયું આપીને તેમણે તેમને કામ તે આપ્યું, પણ એ પેટપૂરતી મજૂરીને ખાતર તેમને પિતાને જીવનરસ – પિતાનું લેહી કારખાનામાં રેડવું પડયું. શ્વાસ રૂંધી નાખે એવી અને ગલીચ તથા સ્વાસ્થને હાનિકારક જગ્યાએ સ્ત્રીઓ તથા બાળકો પણ, તેમનામાંનાં ઘણાંખરાં લગભગ બેશુદ્ધ થઈ જાય અને થાકથી લથડી પડે ત્યાં સુધી, કલાકોના કલાકે કામ કરતાં. પુરુષ કલસાની ખાણના ભયરામાં સવારથી સાંજ સુધી કામ કરતા અને મહિનાઓ સુધી તેઓ દિવસનું અજવાળું જેવા પામતા નહિ.
પરંતુ આ બધું કેવળ માલિકની ક્રૂરતાને આભારી હતું એમ તું રખે માની બેસતી. તેઓ ઈરાદાપૂર્વક ક્રર હતા એમ ન કહી શકાય, એમાં દોષ પદ્ધતિને છે. તેઓ તે પિતાને રજગાર વધારવા તથા દુનિયાભરનાં દૂર દૂરનાં બજારે બીજા દેશોના હાથમાંથી પડાવી પિતાને