________________
- પ્રચંડ યંત્રોને ઉદય વસ્તુઓની વિપુલતા કરી મૂકી છે એ ખરું, પરંતુ પ્રધાનપણે એ વિપુલતા આમ સમુદાયને માટે નહિ પણ મુખત્વે કરીને ગણ્યાગાંઠ્યા માણસોને માટે જ છે. તેમણે ધનાઢયોના વૈભવ અને ગરીબની કંગાલિયત વચ્ચે ભેદ પહેલાં કરતાંયે વધારે તીવ્ર બનાવ્યું છે. માણસનાં વાપરવાનાં ઓજાર તથા સેવક બનવાને બદલે યંત્ર તેનાં સ્વામી બનવાને દા કરે છે. સહકાર, સંગઠન અને નિયમિતતા વગેરે કેટલાક ગુણે એમણે કેળવ્યા છે, પરંતુ સાથે સાથે એમણે કરોડો માનવીઓનાં જીવન નીરસ અને જડ ઘટમાળ તુલ્ય બનાવી મૂક્યાં છે. એને કારણે તેમનાં જીવન યંત્રવત અને ભારરૂપ બની ગયાં છે તથા તેમનામાં આનંદ કે સ્વાતંત્ર્યનો ઘટ સરખો પણ રહ્યો નથી.
પરંતુ નિર્જીવ યંત્રોમાંથી નીપજતાં અનિષ્ટો માટે આપણે તેમના ઉપર દેપ શાને ઢાળ જોઈએ ? દેષ તે તેને દુરુપયોગ કરનાર માણસને તથા તેને પૂરેપૂરે લાભ ન ઉઠાવનાર સમાજને છે. આખી દુનિયા યા તો તેને એકાદ દેશ ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના પુરાણ જમાનામાં પાછો જઈ શકે એ તે કલ્પી શકાતું નથી. વળી, કેટલાંક અનિષ્ટોમાંથી મુક્ત થવા ખાતર ઉદ્યોગીકરણ અથવા તે ઉદ્યોગવાદમાંથી આપણને પ્રાપ્ત થતી અસંખ્ય સારી વસ્તુઓને આપણે ફેંકી દેવી એ ઈચ્છવાજોગ કે ડહાપણભર્યું છે એમ ભાગ્યે જ કહી શકાય. એ ગમે તેમ છે, પણ યંત્ર દાખલ થઈ ગયાં છે અને કાયમ રહેવાનાં છે. એટલે સવાલ એ છે કે, ઉદ્યોગીકરણની સારી વસ્તુઓને આપણે સંગ્રહ કરે અને એને લગતાં અનિષ્ટોમાંથી મુક્ત થવું. એમાંથી ઉત્પન્ન થતી સંપત્તિને આપણે ફાયદે ઉઠાવે જોઈએ તથા એ સંપત્તિની એના ઉત્પાદકોમાં સમાન વહેંચણી થાય એવી ગોઠવણ કરવી જોઈએ.
આ પત્રમાં ઈગ્લેંડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ વિષે તને કંઈક કહેવાનો આશય હતે. પરંતુ મારી હમેશની ટેવ મુજબ હું આડે ઊતરી ગયું અને ઉદ્યોગીકરણ અથવા તો ઉદ્યોગવાદની અસરની ચર્ચામાં ઊતરી પડ્યો. જે પ્રશ્ન આજે લેકનાં માનસને કઠી રહ્યો છે તે પ્રશ્ન મેં તારી આગળ રજૂ કર્યો છે. પરંતુ આજની વાત કરતાં પહેલાં આપણે ગઈ કાલ વિષે વિચાર કરવો જોઈએ; ઉદ્યોગીકરણનાં પરિણામેને વિચાર કરતાં પહેલાં એ વસ્તુ ક્યારે અને કેવી રીતે ઉદ્ભવી તેને આપણે અભ્યાસ કરવો જોઈએ. આ ક્રાંતિનું મહત્ત્વ