________________
પ૯૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન કે આજે તે લે છે એક ઝડપીમાં ઝડપી ઘડા કરતાં પણ વધારે ત્વરાથી અરે, તીરના કરતાં પણ વધારે વરિત ગતિથી પ્રવાસ કરી રહ્યા છે. આગગાડી, આગબોટ, મેટર અને વિમાન દ્વારા લેકે દુનિયામાં સર્વત્ર ભીષણ ગતિથી ફરતા થયા છે. વળી ટેલિગ્રાફ, ટેલિકોન, વાયરલેસ અને આધુનિક છાપખાનાંઓમાંથી બહાર પડતાં થોકબંધ પુસ્તકો અને ઢગલાબંધ છાપાંઓ તથા અઢારમી સદી અને તે પછીના સમયમાં
ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે દાખલ થયેલી નવી વાંગિક પદ્ધતિનાં ફળ રૂપ બીજી એવી અનેક વસ્તુઓમાં તેને ભારે રસ પડત. ઍક્રેટીસ, અશોક અથવા જુલિયસ સીઝર આ પદ્ધતિને પસંદ કરત કે નાપસંદ કરત તે તે હું કહી શકું એમ નથી, પરંતુ એક વસ્તુ તે નિર્વિવાદ છે કે તેમના જમાનાની પદ્ધતિ કરતાં આજની પદ્ધતિ તેમને બિલકુલ ભિન્ન લાગત.
ઔદ્યોગિક ક્રાંતિએ દુનિયામાં પ્રચંડ યં દાખલ કર્યા. તેણે જગતમાં યંત્રયુગ' અથવા તે યાંત્રિક યુગની શરૂઆત કરી. બેશક, યંત્રો તો પહેલાંના સમયમાં પણ હતાં પણ તેમાંનું એકે આ નવીન યંત્ર જેવા નહતું. યંત્ર એ આખરે શું છે ? માણસને પિતાના કામમાં મદદ કરનાર એ એક મોટું ઓજાર છે. માણસને ઓજારો બનાવનારું પ્રાણી કહેવામાં આવે છે; અને છેક પ્રાચીન કાળથી તે ઓજારે બનાવો અને તેને વધારે સારાં કરવાનો પ્રયાસ કરતા આવ્યા છે. ઇતર પ્રાણુઓ ઉપર —જેમાંનાં ઘણાં તે એનાં કરતાં વિશેષ બળવાન છે – તેણે આ ઓજારે વડે જ પેતાનું પ્રભુત્વ જમાવ્યું. એનો એ તેને લાંબા થયેલે હાથ જ હ – અથવા કહે કે તેને ત્રીજો હાથ હતા. યંત્ર એ વધી ઓજારોના વિસ્તારરૂપ હતાં. ઓજારો અને યંત્રો એ બંનેએ મળીને મનુષ્યને પશુસૃષ્ટિથી ઉપર આર્યો. તેમણે મનુષ્યસમાજને પ્રકૃતિની પરાધીનતામાંથી મુક્ત કર્યો. એજ તથા યંત્રોને કારણે માણસને માટે ઉત્પાદનનું કાર્ય સુગમ થઈ ગયું. તે ઉત્તરોત્તર વધારે ને વધારે ઉત્પાદન કરતે ગયો અને છતાંયે તેને વધારે નવરાશ મળવા લાગી, એને પરિણામે સભ્યતાની કળાઓ, ચિંતન અને વિજ્ઞાન ખીલ્યાં અને વિકસ્યાં.
પરંતુ આ પ્રચંડ યંત્રો તથા તેમની આનુષગિક બીજી વસ્તુઓ પૂરેપૂરાં ઉપકારક નથી નીવડ્યાં. તેમણે સભ્યતાના વિકાસને ઉત્તેજન આપ્યું એ ખરું, પરંતુ સાથે સાથે યુદ્ધ તથા સંહારનાં ભીષણ શસ્ત્રો સજીને તેમણે હેવાનિયતને પણ ઉત્તેજન આપ્યું છે. તેમણે