________________
યુરેપમાં નવા અને જૂના વિચારેનું યુદ્ધ પ૭૯ આવે છે તેને પણ તે પ્રચાર કરતે –એટલે કે, ધનિક માણસે ગરીબનો એક પ્રકારને ટ્રસ્ટી છે અને જમીનદાર પિતાની જમીન તેના સથિયા માટે ટ્રસ્ટ તરીકે રાખે છે એમ તે જણાવતે. ચર્ચ આ રીતે અતિશય બેદી પરિસ્થિતિનું સમર્થન કરતું હતું. એથી ધનિકનું કશું બગડતું નહોતું અને ગરીબોને કશી રાહત પણ મળતી નહોતી. ચતુરાઈ ભર્યા ખુલાસાઓ કંઈ ભૂખ્યા પેટમાં ખોરાકની ગરજ સારતા નથી.
કેથલિક અને પ્રોટેસ્ટ વચ્ચેની ભીષણ ધાર્મિક લડાઈએ, કૅથલિક તેમ જ કાલ્વિનના સંપ્રદાયના લેકે એ બંનેની આકરી અસહિષ્ણુતા તથા ઈન્કિવઝીશન એ બધું અતિશય તીવ્ર અને સંકુચિત ધર્મદષ્ટિ તથા કોમી વલણને પરિણામે નીપજ્યું હતું. એને જરા વિચાર તે કર ! એવું કહેવાય છે કે યૂરિટને સંપ્રદાયના લેકાએ યુરોપમાં ડાકણ ગણીને લાખ સ્ત્રીઓને જીવતી બાળી મૂકી હતી. વિજ્ઞાનના નવા વિચારને દબાવી દેવામાં આવતા હતા કેમ કે દુનિયા વિષેના ચર્ચના
ખ્યાલેથી તે વિરુદ્ધ હતા. જીવન વિષેની એ જડ અને કુતિ. દૃષ્ટિ હતી; પ્રગતિને તે એમાં કશું સ્થાન જ નહોતું.
પરંતુ ૧૬મી સદી અને એ પછી આ વિચારે ધીમે ધીમે બદલાતા જતા આપણને માલૂમ પડે છે. વિજ્ઞાનને ઉદય થાય છે અને ધર્મની સર્વગ્રાહી પકડ શિથિલ થાય છે; રાજકારણ અને અર્થશાસ્ત્રને ધર્મથી સ્વતંત્રપણે વિચાર થવા લાગે છે. ૧૭મી તથા ૧૮મી સદીમાં જેને આપણે બુદ્ધિવાદ કહીએ છીએ તેને અથવા અંધશ્રદ્ધાથી દરવાવાને બદલે વસ્તુઓને બુદ્ધિની કટીથી નિહાળવાના વલણને ઉદય થયો. ૧૮મી સદીમાં સહિષ્ણુતાનો વિજય થયે એમ માનવામાં આવે છે. પણ આ અમુક અંશે જ સાચું છે. પરંતુ આ વિજયનું ખરું રહસ્ય એ છે કે, પહેલાં લેકે પિતાની ધાર્મિક માન્યતાઓને જેટલું મહત્ત્વ આપતા હતા તેટલું મહત્ત્વ આપતા હવે તેઓ બંધ થયા. તેમની સહિષ્ણુતા એ તે ખરી રીતે ઉદાસીનતા હતી. જ્યારે લેકે કોઈ પણ બાબત વિષે અત્યંત આતુર હે છે ત્યારે તેઓ ભાગ્યે જ સહિષ્ણુ હોય છે; એ વસ્તુની એમને ઝાઝી પરવા નથી હોતી ત્યારે જ ભારે ઉદારતાપૂર્વક તેઓ સહિષ્ણુતાની ઘેષણ કરે છે. ઉદ્યોગવાદ તથા પ્રચંડ યંત્રના આગમન પછી ધર્મ પરત્વેની ઉદાસીનતા વધવા પામી. યુરોપમાં વિજ્ઞાને પુરાણી માન્યતાઓનાં મૂળિયાં ઉખેડવા માંડ્યાં. નવા ઉદ્યોગ અને નવી અર્થવ્યવસ્થામાંથી ઉત્પન્ન થતા નવીન પ્રશ્નોએ લોકોનાં મન