________________
પૂ
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હતી. ભીતરમાં તે ત્યાં સક્ષાભ વ્યાપી રહ્યો હતા અને નવીન વિચારે તથા ખ્યાલો માણસાનાં મનને વલવી રહ્યાં હતાં. વૈભવવિલાસમાં ગુલતાન બનેલાં દરબારી મંડળા તથા ઉપલા વર્ગના કેટલાક લોકે સિવાયના જનસમૂહ ઉત્તરેત્તર વધતી જતી ગરીબાઈ ને લીધે ભારે હાડમારી વેી રહ્યો હતે. આમ ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં જોવામાં આવતી શાંતિ એ ભ્રામક શાંતિ હતી ~~~ આવી રહેલા તોફાનની તે પુરોગામી હતી. ૧૭૮૯ની સાલમાં ૧૪મી જુલાઈ એ યુરોપની સૌથી ગૌરવશાળી સલ્તનતના પાટનગર પેરિસમાં એ તોફાન ફાટી નીકળ્યું. એ તાકાને રાજાશાહી તેમ જ સેકડા પુરાણા અને જર્જરિત થઈ ગયેલા અધિકારો તથા રૂઢિઓને નિર્મૂળ કર્યા.
નવીન વિચારોને પરિણામે ક્રાંસ તેમ જ કંઇક અંશે . યુરોપના બીજા દેશોમાં પણ આ તોફાન અને તે પછી થયેલા પરિવર્તનની ભૂમિકા લાંબા સમયથી તૈયાર થઈ રહી હતી. છેક મધ્યયુગના આરંભકાળથી યુરેોપમાં ધર્મ એ સૌથી બળવાન સામાજિક બળ હતું. એ પછી એટલે કે ધર્મ સુધારણા ( રેમે શન )ના યુગ દરમ્યાન પણ પરિસ્થિતિ એની એ જ રહી. પ્રત્યેક પ્રશ્નના - પછી ભલેને તે રાજકીય કે આર્થિક હોય — ધર્મની દૃષ્ટિથી વિચાર કરવામાં આવતો. ધર્મને તંત્ર કરી દેવામાં આવ્યા હતા; અને પાપ તથા ચર્ચીના ઉપલા દરજ્જાના અધિકારીઓના મત અથવા અભિપ્રાય એ જ ધર્મ એમ મનાતું હતું. સમાજનું બંધારણ એ લગભગ હિંદુસ્તાનની ન્યાતાના બંધારણ જેવું હતું. જ્ઞાતિના મૂળમાં તે ધંધા કે કર્મની ભિન્નતા અનુસાર વિભાગોનો ખ્યાલ હતા. ગુણુક અનુસાર સામાજિક વિભાગો પાડવાનો આ જ ખ્યાલ મધ્યયુગના સામાજિક વિચારોના મૂળમાં પણ રહેલા છે. હિંદુસ્તાનમાં ન્યાતની અંદર જેમ હોય છે તેમ યુરોપમાં પણ દરેક વર્ગની અંદર સમાનતા વતી હતી. પરંતુ બે કે વધારે વર્ગોની વચ્ચે અસમાનતા હતી. આ અસમાનતા સમાજના બંધારણના
મૂળ
પાયા હતા અને એની સામે કાઇ પણ વિરોધ ઉઠાવી શકતું નહોતું. આ સમાજવ્યવસ્થામાં જેમને સેાસવું પડતું હતું તેમને એના બદલે સ્વર્ગમાં મળવાની આશા રાખવાનું' કહેવામાં આવતું. આમ ધર્મ અન્યાયી સમાજવ્યવસ્થાનું સમર્થન કરવા તથા પરલોકની વાતો કરીને લેકાનું ધ્યાન એ વસ્તુ ઉપરથી ખેંચી લઈ તેને ખીજ બાબતે!માં પરોવવા પ્રયાસ કરતા હતા. વળી જેને ટ્રસ્ટીપણાને સિદ્ધાંત કહેવામાં