________________
જગતના ઇતિહાસનુ” રેખાદર્શીન
દરમ્યાન અનેક પ્રકારનાં નિયમના હોવા છતાં પણ પરદેશા સાથેતે વેપાર વધતા જતા હતા. પરદેશી વેપારીઓમાં આ નિયમને પરત્વે ભારે કચવાટ હતા. મોટા ભાગના વેપાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાં હતા. અને તેથી કરીને એને એ બધના સૌથી વધારે કઠતાં હતાં. છેક કૅન્ટોન સુધી એ કંપની ફેલાયેલી હતી. આપણે હવે પછીના પત્રામાં જોઈશું કે જેને ઔદ્યોગિક ક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે તેના આર્ભના આ સમય હતો. અને ઇંગ્લંડ આદ્યોગિક વિકાસમાં સાથી આગળ પડતો ભાગ લઈ રહ્યું હતું. વરાળયંત્રની શોધ થઈ હતી અને ઉત્પાદનની નવી રીતેા તથા યંત્રાના ઉપયોગને પરિણામે કામ વધારે સુગમ થયું હતું અને માલનું ~~ ખાસ કરીને સુતરાઉ કાપડનું – ઉત્પાદન વધતું જતું હતું. આ વધારાને માલ વેચવાની અને તેને માટે નવાં બજારો શોધવાની જરૂર હતી. ઇંગ્લેંડને સદ્ભાગ્યે હિંદુસ્તાન એ સમયે તેના તાબામાં હતું એટલે પોતાના માલ ત્યાં આગળ જબરદસ્તીથી વેચવાનાં પગલાં તે લઈ શકે એમ હતું અને સાચે જ તેણે એવાં પગલાં લીધાં પણ ખરાં. પરંતુ એ ઉપરાંત ચીનના વેપાર પણ તેને હાથ કરવા હતા.
પર
એથી કરીને ૧૭૯૨ની સાલમાં લાડ મૈકાનીની આગેવાની નીચે બ્રિટિશ સરકારે એક પ્રતિનિધિ મંડળ પેકિંગ મોકલ્યું. એ સમયે ૩ જ્યૉર્જ ઇંગ્લેંડના રાજા હતા. ચિયેન-લુગે એ પ્રતિનિધિ મંડળને મુલાકાત આપી અને ત્યાં આગળ પરસ્પર ભેટ સાગાાની આપ લે થઇ. પરંતુ સમ્રાટે પરદેશી વેપાર અંગેનાં જૂનાં બંધનામાં સહેજ પણ ફેરફાર કરવાની સાફ ના પાડી. ૩જા જ્યોર્જનેચિયેન-બ્લુંગે મોકલેલા ઉત્તર બહુ મજાને દસ્તાવેજ છે અને તેમાંથી હું તને લાંખા ઉતારી આપીશ. તે આ પ્રમાણે છે :
. દરિયા પારના પ્રદેશમાં રહેતા હોવા છતાં અમારી સરકૃતિને લાભ લેવાની નમ્ર ઇચ્છાથી પ્રેરાઈને હું રાન્ન, તારી અરજી લઈને એક પ્રતિનિધિમ’ડળ માકલ્યું છે. . . . અમારા પ્રત્યેની તારી ભક્તિના પુરાવા તરીકે તારા દેશની કેટલીક વસ્તુઓની તે ભેટ પણ મેકલી છે. તારી અરજી મે' વાંચી છે; જે વિવેકભર્યાં શબ્દોમાં એ લખવામાં આવી છે તે ઉપરથી મારા પ્રત્યેની તારી અખભરી નમ્રતાની પ્રતીતિ થાય છે અને તે અત્ય પ્રશંસાને પાત્ર છે.
* સારી દુનિયા ઉપર આધિપત્ય ધરાવનાર હું કેવળ એક જ નેમ રાખ્યુ છું; અને તે આ છે: આદર્શ શાસન ચલાવવું અને રાજ્ય પ્રત્યેની બધી ક્રો