________________
ચીનના સમ્રાટને ઇંગ્લેન્ડના રાજા ઉપર પત્ર પહ૧ પ્રમાણમાં ખીલ્યો અને ૨૦૦ વરસ પછી ૧૮૬૦ની સાલમાં ચીનના એક જ બંદર કૂચૂથી એક જ મોસમમાં ૧૦ કરોડ રતલ ચાની નિકાસ થઈ. પછીથી તે બીજા પ્રદેશોમાં પણ ચાની ખેતી થવા લાગી અને તું જાણે છે કે આજે તે સિલેન તથા હિંદમાં બહુ મોટા પ્રમાણમાં એની પેદાશ થાય છે.
મધ્ય એશિયામાં તુર્કસ્તાન જીતી લઈને તથા તિબેટને કબજે કરીને ચિન-લેંગે પિતાના સામ્રાજ્યને વિસ્તાર કર્યો. શેડાં વરસ પછી ૧૭૭૦ની સાલમાં નેપાલના ગુરખાઓએ તિબેટ ઉપર ચડાઈ કરી. ચિન-લેંગે ગુરખાઓને તિબેટમાંથી હાંકી કાઢ્યા એટલું જ નહિ પણ હિમાલય ઓળંગીને નેપાળ સુધી તેમને પીછો પકડ્યો અને નેપાળને ચીની સામ્રાજ્યનું ખંડિયું રાજ્ય બનવાની ફરજ પાડી. નેપાળની જીત એ એક ભગીરથ કાર્ય હતું. કેમ કે, તિબેટ ઓળંગીને હિમાલય પાર * કર્યા પછી ગુરખા જેવી લડાયક પ્રજાને તેમના પિતાના જ વતનમાં પરાજય કરે એ ચીની ફેજ માટે બહુ મોટું કામ હતું. આ પછી ૨૨ વરસ પછી સંજોગવશાત ૧૮૧૪ની સાલમાં હિંદના અંગ્રેજોને નેપાળ સાથે ઝઘડે થયે. તેમણે નેપાળ ઉપર પિતાની ફેજ રવાના કરી અને હિમાલય ઓળંગવાને નહોતે છતાંયે તેને ભારે મુસીબત વેઠવી પડી.
- ચિન-લેંગના અમલના છેવટના વરસમાં એટલે કે ૧૭૯૬ની સાલમાં એના સીધા અમલ નીચેના સામ્રાજ્યમાં મંચૂરિયા, તિબેટ, મંગોલિયા તથા તુર્કસ્તાનને સમાવેશ થતો હતે. કોરિયા, અનામ, સિયામ અને બ્રહ્મદેશ વગેરે ખંડિયાં રાજ્ય તેની આણ સ્વીકારતાં હતાં. પરંતુ પ્રદેશ જીતવા તથા લશ્કરી નામનાની કામના એ ભારે ખરચાળ રમત છે. એમાં બહુ ભારે ખરચ થાય છે અને પરિણામે. કરોને
જો વધે છે. મોટે ભાગે આ બેજે ગરીબેના ઉપર પડે છે. આર્થિક વ્યવસ્થા પણ બદલાતી જતી હતી અને તેને લીધે અસંતોષ વધારે તીવ્ર થયે. દેશભરમાં ક્યાં મંડળે સ્થપાયાં. ઇટાલીની પેઠે ચીન પણ છૂપાં મંડળ માટે પ્રાચીન સમયથી નામીચું છે. એમાંનાં કેટલાંક મંડળોનાં નામે બહુ મજાનાં છે; જેવાં કે, “વ્હાઈટ લીલી સેસાયટી” (તકમળ મંડળ), “સોસાયટી ઑફ ડિવાઈન જસ્ટીસ” (દૈવી ન્યાયમંડળ);
વ્હાઈટ ફેધર સોસાયટી ” (ત પીછાં મંડળ); “હેવન ઍન્ડ અર્થ સોસાયટી (સ્વર્ગ અને પૃથ્વી મંડળ) .