________________
મેગલ સામ્રાજ્યની પડતી અને નાશ ૫૫ સમુદ્રમાં ફિરંગી વહાણોને પરાજય કર્યો. ઈગ્લેંડને સિતારે હવે પૂર્વમાં ધીમે ધીમે ક્ષિતિજની ઉપર આવવા લાગ્યો હતો અને પશ્ચિમમાં ફિરંગીઓને આથમતે જ હતો. ધીમે ધીમે અંગ્રેજો અને વલંદાઓ એ બન્નેએ મળીને પૂર્વના સમુદ્રમાંથી ફિરંગીઓને હાંકી કાઢ્યા. અને તને યાદ હશે કે ૧૬૪૧ની સાલમાં મલાકકાનું તેમનું મોટું બંદર પણ વલંદાઓને હાથ ગયું. ૧૬૨૯ની સાલમાં હુગલીમાં શાહજહાન અને ફિરંગીઓ વચ્ચે યુદ્ધ થયું. ફિરંગીઓ રીતસર ગુલામોને વેપાર ચલાવતા હતા અને લેકોને બળજબરીથી ખ્રિસ્તી બનાવતા હતા. બહાદુરીભર્યા સામના પછી મેગલેએ હુગલી જીતી લીધું. આવાં ઉપરાછાપરી યુદ્ધોથી નાનકડો પિોર્ટુગાલ દેશ પાયમાલ થઈ ગયે. આથી સામ્રાજ્ય માટેની સ્પર્ધામાંથી તે ખસી ગયે. પરંતુ ગોવા તથા બીજાં કેટલાંક સ્થળે ઉપર તેણે પિતાને કાબૂ જાળવી રાખ્યો અને આજે પણ તે તેના જ તાબામાં છે.
દરમ્યાન અંગ્રેજોએ હિંદના કિનારા ઉપરનાં શહેરોમાં તથા મદ્રાસ અને સુરત નજીક પોતાની કોઠીઓ નાખી. ૧૬૩૯ની સાલમાં તેમણે ખુદ મદ્રાસ શહેરને પાયો નાંખ્યો. ૧૬૬૨ની સાલમાં ઇંગ્લંડને રાજા બીજો ચાર્લ્સ પોર્ટુગાલની બૈગાન્ઝાની રાજકુંવરી કેથેરાઈન વેરે પરણ્યો અને મુંબઈને ટાપુ તેને પહેરામણીમાં મળે. થોડા વખત પછી તેણે એ ટાપુ નજીવી કિંમતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આપી દીધું. આ બનાવ ઔરંગઝેબના અમલ દરમ્યાન બન્ય. ફિરંગીઓને હાંકી કાઢવાથી ગવિક બનેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મોગલ સામ્રાજ્ય નબળું પડતું જાય છે એવું ધારીને ૧૬૮૫ની સાલમાં હિંદુસ્તાનમાં બળજબરીથી પિતાને મુલક વધારવાની કોશિશ કરી. પરંતુ એમાં તેમને થપ્પડ પડી. છેક ઈંગ્લેંડથી લડાયક જહાજો આવ્યાં અને તેમણે પૂર્વમાં બંગાળ ઉપર તેમ જ પશ્ચિમે સુરત ઉપર એમ ઔરંગઝેબના મુલક ઉપર બંને બાજુએથી હુમલે કર્યો. પરંતુ હજી પણ તેમને સારી પેઠે હરાવવાની મોગલોમાં તાકાત હતી. આ અનુભવથી અંગ્રેજો સારે પાઠ શીખ્યા અને ભવિષ્યમાં તેઓ વધુ સાવચેત બન્યા. ઔરંગઝેબના મૃત્યુ પછી જ્યારે મોગલ સામ્રાજ્ય દેખીતી રીતે જ છિન્નભિન્ન થઈ રહ્યું હતું ત્યારે પણ મેટાં સાહસ ખેડતાં તેઓ ઘણું વરસ સુધી અચકાયા. ૧૬૯૦ની સાલમાં જોબ કારનૌક નામના એક અંગ્રેજે કલકત્તા શહેરના પાયે નાંખે. આ રીતે મદ્રાસ, મુંબઈ અને કલકત્તા એ ત્રણ શહેર