________________
અકબર
૫૩૩ કરેલી મશહૂર કૂચ ઉપરથી તેની અજબ જેવી શક્તિનું માપ આપણને મળી શકે છે. ગુજરાતમાં બળો ફાટી નીકળ્યું હતું અને એક નાનકડું સૈન્ય લઈને અકબર રજપૂતાનાના રણમાં થઈને નવ દિવસમાં ૪૫૦ માઈલનું અંતર કાપી ત્યાં ધસી ગયો હતો. તેનું આ કાર્ય અપૂર્વ હતું. તે સમયે રેલવે કે મેટરગાડીઓ નહોતી એની તને યાદ દેવડાવવાની ભાગ્યે જ જરૂર હોય.
પરંતુ મહાપુરુષોમાં આ બધા ગુણે ઉપરાંત બીજી પણ કંઈક વિશેષતા હોય છે એમ કહેવાય છે. તેમનામાં બીજાઓને પિતા તરફ આકર્ષવાની શક્તિ હોય છે. અકબરનામાં પણ આવી જાદુઈ આકર્ષક શક્તિ બહુ ભારે પ્રમાણમાં હતી. જેસ્યુઈટ લેકેના અદ્દભુત વર્ણન અનુસાર તેની પ્રભાવશાળી આંખે, “સૂર્યના પ્રકાશમાં હિલેળા ખાતા સમુદ્ર જેવી ચેતનવંતી” હતી. તે પછી આ મહાપુરુષ આજે પણ આપણને મુગ્ધ કરે અને તેનું ગૈરવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જેઓ કેવળ નામથી જ રાજાઓ હતા તેમના ટોળામાં દીપી નીકળે એમાં શું આશ્ચર્ય
અકબરે આખા ઉત્તર હિંદ તથા દક્ષિણમાં પણ વિ મેળવ્યા. તેણે ગુજરાત, બંગાળ, ઓરિસ્સા, સિંધ અને કાશ્મીર વગેરે પ્રદેશ પિતાના સામ્રાજ્યમાં ઉમેર્યા. મધ્ય તથા દક્ષિણ હિંદમાં પણ તેણે વિજયે મેળવ્યા અને જીતેલા મુલક પાસેથી ખંડણી વસૂલ કરી. મધ્યહિંદની રાણી દુર્ગાવતીને તેણે કરેલે પરાજય તેની નામનાને ઝાંખપ લગાડે છે. તે બહાદુર અને ભલી રાણી હતી અને તેણે અકબરનું કશું બગાડ્યું નહોતું. પરંતુ મહત્ત્વાકાંક્ષી અને સામ્રાજ્ય વિસ્તારવા ચહાતા લેકને આવી વસ્તુઓની ઝાઝી પરવા હોતી નથી. દક્ષિણ હિંદમાં તેના સૈન્ય અહમદનગરની રાણી મશહૂર ચાંદબીબી જોડે પણ યુદ્ધ કર્યું. વાસ્તવમાં ચાંદબીબી રાણી નહતી પણ રાજાને પાલક તરીકે રાજ્યકારભાર ચલાવતી હતી. એ બહુ હિંમતવાળી અને કુશળ સ્ત્રી હતી અને તેણે કરેલા સોમનાથી મેગલ સૈન્ય ઉપર એટલી ભારે અસર થઈ કે તેમણે તેની જોડે બહુ જ ઉદાર સંધિ કરી. દુર્ભાગ્યે, ચેડા વખત પછી તેના જ કેટલાક અસંતુષ્ટ સૈનિકોએ તેને મારી નાંખી.
અકબરના સને ચિતડને પણ ઘેરે ઘાલ્યું હતું. પરંતુ એ બનાવ રાણા પ્રતાપના સમય પહેલાં બન્યું હતું. રાણા જયમલે ચિતડને બહુ જ બહાદુરીપૂર્વક બચાવ કર્યો હતો. તેના મરણ પછી જૌહરની કારમી રૂઢિને આશરો લેવામાં આવ્યું અને ચિતડ પડયું,