________________
પર
જગતના ઇતિહાસનુ` રેખાદર્શીન
લીધું. આ સ્વાભિમાની રજપૂત આખી જિંદગી દિલ્હીના મહાન બાદશાહ સામે લડયો પણ તેની આગળ શિર ઝુકાવવાને તેણે ઇન્કાર કર્યાં. એના જીવનના છેવટના ભાગમાં એને કઈક સફળતા પણ લાધી. આ શૂરવીર રજપૂતનું સ્મરણ રજપૂતાનામાં પ્રેમપૂર્વક સંઘરી રાખવામાં આવ્યું છે અને તેને વિષે અનેક લોકકથાઓ પ્રચલિત થઈ છે.
આમ અકબરે રજપૂતાને મનાવી લીધા તથા પ્રજામાં તે અતિશય લે:કપ્રિય થઈ પડયા. પારસી તથા તેના દરબારમાં આવનારા જેસ્યુટિ પાદરીએ પ્રત્યે પણ તેણે ભારે આદાય દાખવ્યું. પરંતુ આ ઐદાય અને અમુક મુસ્લિમ વ્રત-નિયમો પ્રત્યેની તેની ઉપેક્ષાવૃત્તિને કારણે મુસલમાન ઉમરાવેામાં તે અપ્રિય થયો અને પરિણામે તેની સામે અનેક ખંડા થયાં.
મેં તેને અશોક સાથે સરખાવ્યો છે પરંતુ એ સરખામણીને કારણે તું વધારેપડતી દોરવાઈ જઈશ નહિ. ઘણી બાબતેમાં તે અશોકથી જુદો પડતા હતા. તે અતિશય મહત્ત્વાકાંક્ષી હતા અને જીવનના અંત સુધી તે મુલકા જીતીને પોતાનું સામ્રાજ્ય વધારવા તત્પર હતા. જેસૂઈ ટા એતે વિષે કહે છે કે,
‘તેનું મગજ ચપળ અને વિવેકપૂર્ણ હતું. તે બહુ ડાહ્યો, સમન્તુ અને વ્યવહારકરાળ હતેા. તથા વિશેષે કરીને દયાળુ, મિલનસાર અને ઉદાર હતા. આ ગુણે ઉપરાંત તેનામાં મેઢાં મેટાં કાર્યાં ઉપાડનાર અને તેને પાર પાડનાર લેાકાના જેવી હિંમત પણ હતી. . . . . . ઘણા વિષયેમાં તેને રસ તે અને તેમને વિષે જ્ઞાન મેળવવાની તેને ઉત્સુકતા હતી. વળી તેને લશ્કરી અને રાજકીય બાબતો વિષે ઊંડું' જ્ઞાન હતું એટલું જ નહિ, પણ કેટલીક ચાંત્રિક કળાએ વિષે પણ જ્ઞાન હતું. ખુઃ પે!તની જાત ઉપર હુમલો કરનારા ઉપર પણ આ રાન્ન દા અને રહેમનજર રાખતા. તે ભાગ્યે જ પેાતાના મિાજ ગુમાવતા. પણ કદી એમ બનતું તે તે કોપથી આભભૂત થઈ જતા. પરંતુ તેને ક્રોધ લાંબે વખત ટકતા નહિં, '
એ યાદ રાખ૨ે કે આ કાઈ દરબારીએ નિહ પણ અકબરને નિહાળવાની ઘણી તકા જેન મળી હતી તેવા અજાણ્યા વિદેશીએ કરેલું વર્ણન છે.
શારીરિક દૃષ્ટિએ અકબર સશક્ત અને ચપળ હતા. અને જંગલી તથા ભયંકર પ્રાણીઓને શિકાર કરવાને તેને ભારે શેખ હતા. સૈનિક તરીકેની તેની બહાદુરી અવિયારી સાહસ કરવાની હદ સુધી પહોંચી જતી. તેણે આગ્રાથી અમદાવાદ સુધી નવ દિવસની અ ંદર