________________
પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યા
૩૭
નગરરાજ્યે અને પશ્ચિમ એશિયાનાં સામ્રાજ્યા વચ્ચેના તફાવત તને માલૂમ પડશે. ધણા પ્રાચીન સમયથી એ દેશામાં મોટાં મોટાં રાજ્યે સામ્રાજ્યેા માટે જ આકર્ષણ હોય એમ જણાય છે. કદાચ એ તેમની વધારે પુરાણી સ ંસ્કૃતિને લીધે હોય અથવા તો એનાં ખીજા કારણા પણ હાવાને સભવ છે.
ક્રીસસની
એક નામમાં કદાચ તને રસ પડશે. એ નામ ક્રીસસનું છે. એને વિષે તે જરૂર કંઈક સાંભળ્યું હશે. ક્રીસસના જેટલા ધનિક ’ એ અંગ્રેજી ભાષામાં બહુ જાણીતી કહેવત થઈ ગઈ છે. વાર્તાઓ પણ તે વાંચી હશે તથા તે કેવા ધનિક અને અભિમાની હતા અને તેના ગવનું કેવી રીતે ખંડન થયું હતું એ વિષે પણ તે વાંચ્યું હશે. ક્રીસસ જ્યાં આગળ આજે એશિયામાઈનર છે ત્યાં એશિયાના પશ્ચિમ કિનારા ઉપર આવેલા લીડિયા નામના દેશના રાજા હતા. એ દેશ દરિયાકાંઠે આવેલા હોવાથી ધણું કરીને ત્યાં આગળ ખૂબ પ્રમાણમાં વેપાર ચાલતા હતા. તેના સમયમાં ઈરાનનું સામ્રાજ્ય સાઈરસ રાજાના અમલ તળે વધતું અને બળવાન થતું જતું હતું. સાઈરસ અને ક્રીસસ વચ્ચે લડાઈ થઈ અને તેમાં સાઈરસે ક્રીસસને હરાવ્યા. હિરાડેટસ નામના ગ્રીક ઇતિહાસલેખકે તેના પરાજયની તથા દુ:ખમાં આવી પડચા પછી અભિમાની ક્રીસસમાં સમજ અને ડહાપણ કેવી રીતે આવ્યાં તેની વાત લખી છે.
સાઈરસનું સામ્રાજ્ય ઘણું મોટું હતું અને ધણું કરીને પૂમાં હિંદુ સુધી વિસ્તરેલું હતું. પરંતુ એના દરાયસ નામના એક વંશજનું સામ્રાજ્ય તા એથીયે વિશાળ હતું. મિસર, મધ્ય એશિયાના થાડા ભાગ અને સિંધુ નદી નજીકના હિંદના થાડા પ્રદેશને પણ તેમાં સમાવેશ થતા હતા. એવું કહેવાય છે કે હિંદના પ્રાંતમાંથી ખંડણી તરીકે સાનાની રજતા માટા જથા તેના ઉપર માલવામાં આવતા હતા. તે કાળમાં સીંધુ નદીની નજદીક સાનાની રજ મળતી હોવી જોઈએ. આજે તા ત્યાં આગળ એ મળતી નથી અને એ પ્રદેશ ઘણાખરા વેરાન છે. આમેહવામાં કેવા ફેરફારો થયા કરે છે તે આ ઉપરથી જણાય છે. જ્યારે તું ઇતિહાસ વાંચશે અને પ્રાચીન કાળની પરિસ્થિતિ વિષે વિચાર કરશે તથા વર્તમાન પરિસ્થિતિ સાથે તેને મુકાબલે કરશે ત્યારે મધ્ય એશિયામાં થયેલું પરિવર્તન તને સાથી વધારે રસપ્રદ લાગશે. અસંખ્ય જાતિ અને સ્ત્રીપુરુષનાં ટાળેટોળાં એ પ્રદેશમાંથી નીકળીને