________________
૩૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન
આર્ય લેકે ફરતા ફરતા મધ્ય યુરોપમાં પણ પહોંચ્યા હતા. એ સમયે તેમણે ત્યાં આગળ કંઈ ોંધપાત્ર કાર્ય કર્યું હોય એમ જણાતું નથી. એટલે હાલ તુરત તે ઘડીભર આપણે તેમને છેડી દઈ શકીએ. ગ્રીસ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશના સુધરેલા લેકે મધ્ય અને ઉત્તર યુરેપના લેકેને ઘણુંખરું અસંસ્કારી અને જંગલી ગણુતા અને તેમને “બર્બર' કહેતા. પણ આ બર્બરે” પિતાનાં ગામે અને જંગલમાં નરવું અને લડાયક જીવન ગુજારતા હતા
અને દક્ષિણનાં વધારે સુધરેલાં રાજ્યો ઉપર તૂટી પડી તેમને ઉથલાવી નાખવાના દિવસ માટેની અજાણપણે તૈયારી કરી રહ્યા હતા. પણ એ તે ઘણા લાંબા કાળ પછી બન્યું અને હાલ આપણે આગળથી તે વાત કાઢવાની જરૂર નથી.
ઉત્તર યુરેપ વિષે આપણે નહિ જેવું જ જાણીએ છીએ એ ખરું, પરંતુ બીજા મોટા મોટા ખડે અને દેશના વિશાળ પ્રદેશ વિષે તે આપણે કશું જાણતા નથી. અમેરિકા કોલંબસે શોધી કાઢ્યો એમ કહેવાય છે. પરંતુ અત્યારે આપણને માહિતી મળે છે તે પ્રમાણે, એને અર્થ એ નથી કે કોલંબસ ગમે તે પહેલાં અમેરિકામાં સુધરેલા લેકે વસતા નહોતા. એ ગમે તેમ છે, પણ જે સમયની આપણે વાત કરીએ છીએ તે પ્રાચીન કાળના અમેરિકા વિષે આપણે કશું જાણતાં નથી. તે જ પ્રમાણે મિસર અને ભૂમધ્ય સમુદ્રના કાંઠાના પ્રદેશ સિવાયના આફ્રિકા ખંડ વિષે પણ આપણે કશું જાણતાં નથી. આ સમયે ઘણું કરીને મિસરમાં તેની મહાન અને પ્રાચીન સંસ્કૃતિની પડતી દશા શરૂ થઈ ચૂકી હતી. આમ છતાં પણ તે સમયે મિસર બહુ આગળ વધે દેશ હતે.
હવે આપણે એશિયામાં શું બની રહ્યું હતું તે જોવું જોઈએ. તું જાણે છે કે અહીં પ્રાચીન સંસ્કૃતિનાં ત્રણ કેન્દ્રો હતાં. મેસેટેમિયા, હિંદ અને ચીન.
એ પ્રાચીન સમયમાં પણ મેસેપિટેમિયા, ઈરાન અને એશિયામાઈનરમાં એક પછી એક સામ્રાજ્ય આવ્યાં અને ગયાં. અહીંયાં જ એસીરિયા, મીડિયા, બાબિલેનિયા અને પછીથી ઈરાનનું સામ્રાજ્ય થયું. એ સામ્રાજ્ય એકબીજા જોડે કેવી રીતે લડ્યાં અથવા થોડા સમય માટે એકબીજાને પડખે સુલેહશાંતિથી રહ્યાં કે એક બીજાનો નાશ કર્યો, એ બધી વિગતેમાં આપણે ઊતરવાની જરૂર નથી. પરંતુ ગ્રીસનાં