________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ચીનમાં સફળ નહિ થાય. આખરે તેઓ વધારે શાન્ત અને નમ્ર બન્યા અને ૧૫૫૭ની સાલમાં કેન્ટીન નજીક વસવાની તેમણે પરવાનગી મેળવી. ત્યાર પછી તેમણે મકાએ વસાવ્યું.
ફિરંગીઓની સાથે ખ્રિરતી મિશનરી પાદરીઓ પણ ચીનમાં આવ્યા. સંત ફ્રાંસિસ ઝેવિયર એ સૌમાં વધારે મશહૂર હતો. તેણે પિતાને ઘણો કાળ હિંદમાં ગાળ્યો હતો અને તેના નામથી ચાલતી ઘણી મિશનરી કોલેજો અહીં છે. તે જાપાન પણ ગયા હતા. તેને ઊતરવાની પરવાનગી મળી તે પહેલાં જ તે ચીનના એક બંદરમાં મરણ પામે. ચીની લોકોએ ખ્રિસ્તી મિશનરીઓને ઉત્તેજન ન આપ્યું. આમ છતાં પણ બે જેસ્યુઈટ પાદરીઓ ચેરીપીથી બોદ્ધ વિદ્યાર્થીઓના. વેશમાં ચીન આવ્યા અને ઘણાં વરસ સુધી તેમણે ચીની ભાષાને અભ્યાસ કર્યો. તેઓ કોન્ફયુશિયસના તત્ત્વજ્ઞાનને ભારે વિદ્વાન બન્યા. વિજ્ઞાનશાસ્ત્રી તરીકે પણ તેમણે ભારે નામના મેળવી. એમાંના એકનું નામ મેટ્ટીઓ રિકક્કી હતું. તે ભારે કુશળ અને પ્રખર વિદ્વાન હતા. વળી તે ભારે કુનેહવાળો પણ હતું અને તેણે સમ્રાટની કૃપા પણ મેળવી હતી. પછીથી તેણે પિતાને વેશ પણ તજી દીધું અને તેની લાગવગને કારણે ચીનમાં પહેલાં કરતાં ખ્રિસ્તી ધર્મની હાલત સુધરવા પામી.
૧૭મી સદીના આરંભમાં ડચ લેકે પણ મકાઓ આવ્યા. તેમણે વેપાર કરવાની પરવાનગી માગી. પરંતુ ફિરંગીઓ અને તેમની વચ્ચે અણબનાવ હતા એટલે તેમણે ચીની લેકમાં ડચ અથવા વલંદાઓની વિરુદ્ધ લાગણી પેદા કરવાના બધા ઇલાજ અજમાવ્યા. વલંદાઓ તે ભયંકર ચાંચિયા પ્રજા છે એવું તેમણે ચીને લેકોને હસાવ્યું. આથી કરીને ચીની લેકએ તેમને પરવાનગી ન આપી, ડાંક વરસ પછી જાવામાં આવેલા બાતવિયા નામના તેમના શહેરમાંથી વલંદાઓએ મકાઓ ઉપર એક માટે કાલે રવાના કર્યો. બહુ જ બેવકૂફીભરી રીતે તેમણે બળજબરીથી મકાઓ સર કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ચીનાઓ તથા ફિરંગીઓ તેમના કરતાં ઘણું બળવાન હતા.
વલંદાઓ પછી અંગ્રેજો ચીનમાં આવ્યા. પરંતુ તેમને ત્યાં આગળ સફળતા મળી નહિ. મિંગ યુગ પૂરો થયા પછી તેમને ચીનના વેપારમાં હિ મળે.
બધી જ સારી યા નરસી વસ્તુઓની બાબતમાં બને છે તેમ મિંગ યુગનો પણ સત્તરમી સદીના મધ્યમાં અંત આવ્યો. ઉત્તર દિશા