________________
૪૦
જગતના ઇતિહાસનું રેખાદર્શને
પ્રાપ્ત કરી અને તે આ સામ્રાજ્યનું પાટનગર બન્યું. પરંતુ એને વિચાર કરીએ તે પહેલાં આપણે બાકીના હિંદ તરફ નજર કરીએ અને દિલ્હીની પડતીનાં દોઢસા વરસ દરમ્યાન એ પ્રદેશમાં શું બન્યું. તે જોઈ એ.
આ સમય દરમ્યાન હિંદમાં નાનાં મોટાં અનેક રાજ્યો હતાં. નવા વસેલા જોનપુરમાં એક નાનકડુ મુસ્લિમ રાજ્ય હતું. ત્યાં શરકી નામથી ઓળખાતા રાજાઓના અમલ હતું. એ બહુ બળવાન કે મોટું રાજ્ય નહેતું અને રાજકીય દૃષ્ટિએ તેનું કશું મહત્ત્વ નહોતું. પરંતુ પંદરમી સદીમાં લગભગ સે વરસ સુધી તે સંસ્કૃતિ તથા ધાક સહિષ્ણુતાનું મોટું કેન્દ્ર રહ્યું હતું. જોનપુરનાં મુસ્લિમ વિદ્યાલયો સહિષ્ણુતાના વિચારોના ફેલાવા કરતાં હતાં અને ત્યાંના એક રા^એ તે જેતે વિષે મે તને મારા આગલા પત્રમાં લખ્યું છે તે પ્રકારનો હિંદુ તથા મુસલમાન વચ્ચે સમન્વય સાધવાના પ્રયાસ પણ્ કર્યાં હતા. એ રાજ્યમાં કા તથા રમણીય ઇમારતાનાં બાંધકામને તેમજ હિંદી અને બંગાળી જેવી દેશની ઊગતી ભાષાને પણ ઉત્તેજન આપવામાં આવતું હતું. આસપાસ પ્રવતતી ભારે અસહિષ્ણુતા વચ્ચે શ્વેતપુરનું આ નાનકડું અને અલ્પજીવી રાજ્ય વિદ્યા, સંસ્કૃતિ અને સહિષ્ણુત!ના વિસામ! સમાન આગળ તરી આવે છે.
પૂર્વમાં, લગભગ અલ્લાહાબાદ સુધી વિસ્તરેલું ગોડ મહાન રાજ્ય હતું. એમાં બિહાર તથા બંગાળનો સમાવેશ થતો હતો. ગૌડનું શહેર બંદર હતું અને હિંદના દરિયાકાંઠાનાં બધાં શહેરે જોડે તેને સાધ હતો. અલ્લાહાબાદની પશ્ચિમે મધ્ય હિંદમાં લગભગ ગુજરાત સુધી વિસ્તરેલું માળવાનું રાજ્ય હતું. તેની રાજધાની માંડવ હતી. આ રાજધાનીમાંના કિલ્લો તથા એ રાહેર એક જ નામથી ઓળખાતાં હતાં. આ માંડવ શહેરમાં રમણીય અને ભવ્ય કેટલીયે ઇમારત ઊભી થઈ અને તેનાં ખંડેરો હજી આજે પણ પ્રવાસીઓને આકર્ષે છે.
માળવાની વાયવ્યમાં રજપૂતાન હતું. તેમાં ઘણાં રજપૂત રાજ્યે હતાં. ચિતોડ તેમાં મુખ્ય હતું. ચિતોડ અને માળા અને ગુજરાત વચ્ચે વારંવાર યુદ્ધ થતાં. આ છે બળવાન રાજ્યોને મુકાબલે ચિતાડ નાનું હતું પરંતુ રજપૂતો સદાય બહાદુર લડવૈયા રહ્યા છે. કેટલીક વાર તેની સંખ્યા બહુ અલ્પ હોવા છતાંયે તે જીતી જતા. ચિતાડના રાણાએ માળવા ઉપર આવા પ્રકારની જીત મેળવી હતી તેના સ્મારક તરીકે ચિતોડમાં જયસ્ત ંભ બાંધવામાં આવ્યો હતો. માંડવના સુલતાને, રખેને