________________
• દક્ષિણ હિંદનાં રાજ છે કે ફિઝના પિતા વેરે તેને પરણાવવાની તેના બાપે ના પાડી હતી. એને પરિણામે યુદ્ધ થયું. નૈલાના પિતાના પ્રદેશ ઉપર હુમલે થયો અને તેને પાયમાલ કરવામાં આવ્યું. તેને કારણે પિતાની પ્રજાને યાતનાઓ વેઠવી પડે છે એની નૈલાને જાણ થતાં તેને ભારે આઘાત થયો અને ફિઝના પિતાને પોતાની જાત અર્પણ કરીને એ યાતનાઓને અંત આણુ પિતાની પ્રજાને ઉગારવાને તેણે સંકલ્પ કર્યો. આ રીતે ફિરોઝશાહની નસોમાં રજપૂત લેહી વહેતું હતું. આગળ ઉપર તને માલૂમ પડશે કે મુસલમાન રાજાઓ અને રાજપૂત સ્ત્રીઓ વચ્ચેનાં આવાં લગ્નો વધારે પ્રમાણમાં થાય છે. જો હિંદવાસીઓ એક જ પ્રજા છે એવી ભાવના વિકસાવવામાં આ વસ્તુ ભારે મદદરૂપ થઈ હશે.
૩૭ વરસના લાંબા ગાળા સુધી રાજ્ય કરીને ફિરોઝશાહ મરણ પામ્યો. તેના મરણ પછી તરત જ તેણે એકત્ર રાખેલું દિલ્હીનું સામ્રાજ્ય પડી ભાગ્યું. હવે મધ્યસ્થ સરકાર રહી નહતી એટલે ઠેકઠેકાણે નાના નાના રાજાઓ પિપિતાને ઘેર ચલાવતા હતા. ફિરોઝશાહના મરણ પછી દશ વર્ષ બાદ એ અંધેર અને કમજોરીના કાળમાં તૈમુર ઉત્તર તરફથી ચડી આવ્યા. દિલ્હીને તો તેણે લગભગ વેરાન કરી મૂક્યું. ધીમે ધીમે એ શહેર ફરી પાછું બેઠું થયું અને પચાસ વરસ બાદ એક સુલતાનના આધિપત્ય નીચે તે ફરીથી મધ્યસ્થ રાજ્યતંત્રનું મથક બન્યું. એમ છતાંયે તે એક નાનકડું રાજ્ય હતું અને દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ તરફનાં મોટાં મોટાં રાજ્યો સાથે તેની તુલના કરી શકાય એમ નહોતું. એ સુલતાને અફગાન જાતના હતા. તેઓ બધા બહુ નમાલા લેકે હતા. છેવટે તેમના અફગાન ઉમરાવો પણ તેમનાથી થાક્યા અને કંટાળીને પિતાના ઉપર શાસન કરવા તેમણે એક પરદેશીને નોતર્યો. આ પરદેશી તે બાબર. તે અંગેલ જાતિનો હતે; અથવા હવે આપણે તેને મોગલ કહીશું કેમકે હિંદમાં ઠરીઠામ થયા પછી મંગલ લેકે મોગલ કહેવાયા. તે તૈમુરને વંશજ હતું અને તેની મા ચંગીઝ ખાનના કુળમાંથી ઉતરી આવી હતી. બાબર તે સમયે કાબુલને રાજા હતા. હિંદ આવવાનું આમંત્રણ તેણે સહર્ષ વધાવી લીધું. ખરેખર આ આમંત્રણ વિના પણ કદાચ તે અહીં આવ્યો હોત. ૧૫ર૬ની સાલમાં દિલ્હી પાસે પાણીપતના રણક્ષેત્ર ઉપર બાબર હિંદનું સામ્રાજ્ય છે. હિંદમાં વળી પાછું એક મહાન સામ્રાજ્ય ઊભું થયું. એ મેગલ સામ્રાજ્યને નામે ઓળખાય છે. દિલ્હીએ પણ ફરીથી પોતાની મહત્તા