________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન બદલ્યા હતા. અને આમ ધર્મ પલટો કર્યા છતાં પણ પિતાના જૂના રીતરિવાજો અને રૂટિઓને તેઓ વળગી રહે છે. કેટલાક મુસલમાન રાઓ લેકાને બળજબરીથી મુસલમાન કરતા હતા એ ખરું, પરંતુ એમાંયે પ્રધાન આશય તે રાજકીય હતો. કેમકે તેઓ એમ માનતા કે ધર્મ બદલનાર લેકે રાજ્યને વધારે વફાદાર રહેશે. પણ ધર્મ પરિવર્તન કરાવવામાં જબરદસ્તી ઝાઝી ફળીભૂત નથી થતી. એને માટે આર્થિક કારણે જ વધારે અસરકારક નીવડે છે. બિન-મુસલમાનને જજિયા નામને માથાવેરો ભરવાની ફરજ પડતી. એથી કરીને એ વેરામાંથી બચવા ઘણું હિંદુઓ મુસલમાન થતા હતા.
પણ આ બધું શહેરોમાં બનતું હતું. ગામડઓ ઉપર એની ઝાઝી અસર થઈ નહોતી અને કરડે ગ્રામવાસીઓ તે અસલની પેઠે જ પિતાને વ્યવહાર ચલાવ્યે જતા હતા. એ ખરું કે હવે રાજ્યના અમલદારે ગામડાના જીવનવ્યવહારમાં વધારે પ્રમાણમાં દખલ કરતા હતા. ગ્રામપંચાયતની સત્તા પણ હવે પહેલાં કરતાં ઓછી થઈ ગઈ હતી, પરંતુ હજીયે પંચાયત ગ્રામજીવનના કેન્દ્ર તથા આધારરૂપ હતી. સામાજિક દષ્ટિએ, અને ધર્મ તથા રૂઢિઓની બાબતમાં પણ ગામડાંઓમાં કશે ફેરફાર થયા નહોતા. તું જાણે છે કે, હિંદુસ્તાન આજે પણ લાખ ગામડાઓનો મુલક છે. શહેર તથા કસબાઓ તે આ ગામડાંઓની વસ્તીની ઉપર ઉપર જણાય છે. પણ ખરું હિંદુસ્તાન તે પહેલાં તેમજ આજેયે ગામડાનું હિંદુસ્તાન છે. આ ગામડાંના હિંદુસ્તાનમાં ઈસ્લામથી ઝાઝો ફેર પડ્યો નહોતે.
ઇસ્લામના આગમનથી હિંદુધર્મ ઉપર બે જાતની અસર થઈ અને તાજુબીની વાત તે એ છે કે એ બંને અસરે એકબીજથી સાવ વિરુદ્ધ હતી. એક તે તે સ્થિતિચુસ્ત થઈ ગયો અને પિતાના ઉપર આવતા હુમલા સામે રક્ષણ કરવાના પ્રયાસમાં તે જડ બન્યો અને પિતાની આસપાસ કવચ રચીને તેમાં ભરાઈ બેઠે. ન્યાતના વાડાઓ અને બંધને વધારે સખત તથા સંકુચિત બન્યાં, પડદાનો રિવાજ તથા સ્ત્રીઓને એકાંતવાસ વધારે પ્રચલિત થયાં. પણ બીજી બાજુએ ન્યાત સામે તથા વધારે પડતા પૂજાપાઠ અને ધાર્મિક ક્રિયાકાંડ સામે આંતરિક વિરોધ જાગે અને એ બાબતમાં સુધારો કરવા માટે ઘણું પ્રયત્નો થયા.
અલબત્ત, છેક આરંભથી માંડીને સમગ્ર ઈતિહાસકાળ દરમ્યાન હિંદુ ધર્મમાં સુધારકે પેદા થતા આવ્યા છે અને તેમણે તેમાં પિસી