________________
હિંદના એક વિકટ પ્રશ્નને ઉકેલ ૪ર૯ આપણે જોયું કે તૈમુરની ચડાઈ એ હિંદુસ્તાન ઉપર આવી પડેલી આપત્તિઓમાં સાથી ભૂંડી હતી. તે જ્યાં જ્યાં ગમે ત્યાં ત્યાં તેણે વર્તાવેલા કેરનો વિચાર કરતાં આપણને કંપારી છૂટે છે. આમ છતાં પણ દક્ષિણ હિંદ તેમજ પૂર્વ, પશ્ચિમ અને મધ્ય હિંદ તેનાથી સાવ અસ્પષ્ટ રહ્યાં હતાં. દિલ્હી અને મીરત પાસેના થડા ભાગ સિવાય આજના યુક્તપ્રતો પણ તેનાથી બચી જવા પામ્યા હતા. દિલ્હી શહેર ઉપરાંત પંજાબને તૈમુરની ચડાઈથી ખૂબ વેઠવું પડ્યું. પંજાબમાં પણ તૈમુરના માર્ગની આસપાસ આવેલા પ્રદેશના લોકોને જ સાથી વધારે સોસવું પડયું. પંજાબના ઘણા મોટા ભાગના લેકે પણ કશીયે દખલ વિના પિતાનો રેજિદે વ્યવહાર ચલાવતા હતા. આથી આપણે સાવચેત રહેવું જોઈએ અને આ વિગ્રહો અને ચડાઈઓને આપણે વધારે પડતું મહત્વ ન આપવું જોઈએ.
હવે આપણે ચદમી તથા પંદરમી સદીના હિંદુસ્તાન તરફ નજર કરીએ. દિલ્હીની સુલતાનશાહી ક્ષીણ થઈ જાય છે અને તૈમુરના આગમનથી તે નાશ પામે છે. એ અરસામાં હિંદમાં સર્વત્ર મેટાં મોટાં સ્વતંત્ર રાજ્ય આપણે જોવામાં આવે છે. એમાંનાં ઘણાંખરાં મુસલમાની રાજ્ય હોય છે. પણ દક્ષિણમાં વિજયનગરનું બળવાન હિંદુ રાજ્ય હતું. હવે ઈસ્લામ હિંદમાં નવીન કે પરાયે ધર્મ રહ્યો નહોતો. હવે તે અહીં સારી પેઠે જામી ગયે હતે. પહેલાંના અફઘાન હુમલાખોરનું તથા ગુલામ સુલતાનોનું ઝનૂનીપણું તથા ક્રૂરતા હવે નરમ પડ્યાં હતાં અને મુસલમાન રાજાઓ પણ હિંદુ રાજાઓ જેટલા જ હિંદી બન્યા હતા. તેમને હવે બહારના સંબંધે રહ્યા નહોતા. જુદા જુદા રાજ્યો વચ્ચે યુદ્ધો થાય છે; પરંતુ એ ધાર્મિક નહિ પણ રાજકીય યુદ્ધો હોય છે. કઈ વાર મુસલમાન રાજ્ય હિંદુ લશ્કરને ઉપયોગ કરે છે તે વળી કઈ વખત હિંદુ રાજ્ય મુસલમાન સૈન્યને ઉપયોગ કરે છે. ઘણી વાર મુસલમાન રાજાઓ હિંદુ સ્ત્રી જોડે લગ્ન પણ કરે છે તથા તેઓ હિંદુઓને પ્રધાનપદે અને રાજ્યના મોટા મોટા હોદ્દાઓ ઉપર પણ નીમે છે. વિજેતા અને પરાજિત તથા શાસક અને શાસિતની ભાવના હવે નષ્ટપ્રાય થઈ હતી. એટલું જ નહિ પણ મોટા ભાગના મુસલમાને – એમાં કેટલાક રાજાઓનો પણ સમાવેશ થાય છે – તે ઈરલામને અંગીકાર કરનાર હિંદીઓ હતા. એમાંના ઘણાઓએ તે રાજદરબારની કૃપા સંપાદન કરવા કે આર્થિક ફાયદો મેળવવાની આશાથી ધર્મ