________________
ગ્રીસનાં નગરરાજ્યો
૧૫ જાન્યુઆરી, ૧૯૩૧ મારા આગલા પત્રમાં મેં ગ્રીક અથવા હેલન કે વિષે કંઈક કહ્યું હતું. ફરીથી આપણે તેમના તરફ નજર કરીએ અને તે કેવા હતા તે સમજવા પ્રયાસ કરીએ. જે લોકોને અથવા જે વસ્તુઓને આપણે કદી પણ ભાળ્યાં ન હોય તેને તાદશ અને સાચે ખ્યાલ આવો બહુ મુશ્કેલ છે. વર્તમાન પરિસ્થિતિ અને જીવનવ્યવહારથી આપણે એટલાં બધાં ટેવાઈ ગયાં છીએ કે તદ્દન જુદા પ્રકારની દુનિયાની કલ્પના આપણે ભાગ્યે જ કરી શકીએ. અને પુરાણી દુનિયા – પછી તે ગ્રીસ, ચીન કે હિંદ ગમે ત્યાંની હે – વર્તમાન દુનિયાથી સાવ નિરાળી હતી. એટલે, તે જમાનાના લેકે કેવા હતા એ વિષે આપણે બહુ તે તેમનાં પુસ્તકે, ઇમારત અને બીજા અવશેષાની સહાયથી માત્ર કલ્પના જ કરી શકીએ. - ગ્રીસ વિષે એક હકીક્ત બહુ રસદાયક છે. આપણને તરત દેખાઈ આવે છે કે ગ્રીક લોકોને મોટાં મોટાં રાજ્ય કે સામ્રાજ્ય પસંદ નહતાં. તેમને નાનાં નાનાં નગરરાજ્ય જ પસંદ હતાં. એટલે કે, તેમનું પ્રત્યેક નગર એક સ્વતંત્ર રાજ્ય હતું. વળી એ બધાં નાનાં નાનાં નગરરાજ્ય પ્રજાતંત્ર હતાં. દરેક રાજ્યની મધ્યમાં શહેર હતું અને તેની આસપાસ ખેતરે હતાં જેમાંથી શહેરને માટે ખેરાકની ચીજો આવતી. પ્રજાતંત્રમાં રાજા નથી હોત એ તે તું જાણે છે. ગ્રીસનાં આ નગરરાજ્યોમાં રાજાઓ નહોતા. શહેરના ધનિક પ્રજાજને તેને રાજ્યકારભાર ચલાવતા. ત્યાં આગળ સામાન્ય પ્રજાજનને તે રાજ્યવહીવટમાં કશે જ અવાજ નહોતે. વળી ત્યાં ઘણા ગુલામે પણ હતા. તેમને રાજ્યમાં કશે પણ અધિકાર નહે. સ્ત્રીઓને પણ કશા હકો નહોતા. એટલે કે નગરરાજ્યની વસ્તીના થોડા ભાગને જ નાગરિકના હક હતા અને રાજકાજના જાહેર પ્રશ્નો ઉપર માત્ર તેમને જ મત આપવાનો અધિકાર હતે. એ નાગરિકોને માટે મત આપવાનું કાર્ય મુશ્કેલ નહોતું, કારણ કે એ બધા શહેરમાં કઈ એક