________________
७४
મંગલ સામ્રાજ્યનું ભાંગી પડવું
૯ જુલાઈ, ૧૯૩૨ મધ્યયુગ વીતી ગયો તથા યુરોપમાં નવું ચેતન પ્રગટયું અને તેને પરિણામે જે નવી શક્તિ ઉદ્ભવી તે જુદે જુદે અનેક માર્ગો ફૂટી નીકળી એ વિષે મેં તને લખ્યું છે. યુરેપ પ્રવૃત્તિ અને સર્જક પ્રયાસેથી ઊભરાતું જણાય છે. સૈકાઓ સુધી નાના નાના દેશમાં પુરાઈ રહ્યા પછી તેની પ્રજાઓ પિતાના નાના વાડાઓમાંથી એકદમ બહાર નીકળી પડી અને વિશાળ મહાસાગરે ઓળંગીને દુનિયાના દૂર દૂરના ખૂણાઓમાં પહોંચી ગઈ. પિતાની તાકાતમાં વિશ્વાસ રાખીને તેઓ વિજેતા તરીકે જાય છે. તેમને આ આત્મવિશ્વાસ જ તેમને હિંમત આપે છે અને તેમને હાથે અદ્ભુત કાર્યો કરાવે છે.
પરંતુ તેને નવાઈ લાગશે કે, આ એકાએક ફેરફાર શાથી થયો. તેરમી સદીના વચગાળામાં એશિયા અને યુરેપ ઉપર મંગલ લેકને પ્રભુત્વ હતું. પૂર્વ યુરોપ તેમના તાબામાં હતું અને પશ્ચિમ યુરોપ આ મહાન અને અજેય દીસતા સૈનિક આગળ થરથર કાંપતું હતું. મહાન ખાનના કોઈ એકાદ સેનાપતિની તુલનામાં પણ યુરોપના સમ્રાટે. અને રાજાઓ શી વિસાતમાં હતા?
૨૦૦ વરસ પછી કસ્ટાન્ટિનોપલનું રાજનગર તથા દક્ષિણ-પૂર્વ યુરોપને ઘણોખરો ભાગ ઉસ્માની તેના હાથમાં આવ્યું. આરબ તથા સેજુક તુને લલચાવનારું આ અમૂલ્ય રત્ન મુસલમાન અને ખ્રિસ્તી લેકે વચ્ચેના ૮૦૦ વર્ષના વિગ્રહ પછી ઉસ્માની તુને હાથ ગયું. આટલાથી સંતોષ ન માનતાં તુર્ક સુલતાનો પશ્ચિમ યુરોપ તથા ખુદ રોમ શહેર તરફ લેભી નજરે જોતા હતા. જર્મન સામ્રાજ્ય, એટલે કે, પવિત્ર રેમન સામ્રાજ્ય તથા ઈટાલીને પણ તેમણે થરકપ કરી મૂક્યાં. તેમણે હંગરી જીતી લીધું અને વિયેનાના દરવાજા સુધી તથા ઇટાલીની સીમા સુધી તેઓ પહોંચી ગયા. પૂર્વમાં બગદાદ અને દક્ષિણમાં મીસર તેમણે પિતાના સામ્રાજ્યમાં જોડી દીધાં. જેને “ગૌરવશાળી