________________
૪૧૯
દચિાઈ માર્ગોની શોધ જરીપુરાણાં થઈ ગયાં હતાં અને કેટલીક બાબતમાં તે તેઓ સાવ પ્રાથમિક દશામાં હતાં. આથી ગંજીફાની ઈમારતની પિઠે પહેલે જ ધકે તેઓ જમીનદોસ્ત થઈ ગયાં.
જ્યાં જ્યાં મોટા મેટા ધકે અને નાવિકે ગયા હતા ત્યાં ત્યાં તેમની પાછળ લૂંટફાટ કરવા તત્પર એવા સાહસિકોનાં ટોળેટોળાં ગયાં. ખાસ કરીને સ્પેનના તાબાના અમેરિકાને આ લૂંટારૂઓના ટોળાંઓથી વેઠવું પડ્યું; તેમણે તે ખુદ કોલંબસ પ્રત્યે પણ બહુ ખરાબ વર્તન દાખવ્યું હતું. એની સાથે સાથે મેકિસકો અને પેરુમાંથી સ્પેનમાં ચાંદી તથા સેનાને અવિરત પ્રવાહ વહેવા લાગ્યા. આ રીતે આ કીમતી ધાતુઓનો અઢળક જો ત્યાં આગળ આવ્યું. એથી કરીને આખું યુરોપ અંજાઈ ગયું અને પેન યુરોપનું પ્રભાવશાળી રાજ્ય બન્યું. આ સેનું અને ચાંદી યુરોપના બીજા દેશોમાં પણ પસર્યા અને એ રીતે પૂર્વના દેશની વસ્તુઓ ખરીદવા માટે ત્યાં આગળ અઢળક નાણાંની જોગવાઈ થઈ
પગાલ અને સ્પેનને મળેલી સફળતાથી સ્વાભાવિક રીતે જ યુરોપના બીજા દેશોના—ખાસ કરીને ફ્રાંસ, ઈગ્લેંડ, હોલેંડ તથા ઉત્તર જર્મનીનાં શહેરના લેકની કલ્પતિ ઉત્તેજિત થઈ. પ્રથમ તેમણે એશિયા તથા અમેરિકા પહોંચવાને ઉત્તર તરફનો એટલે કે નેર્વેની ઉત્તરેથી પૂર્વ તરફ અને ગ્રીનલૅન્ડ થઈને પશ્ચિમ તરફ જવાનો માર્ગ શેધવા ભારે પ્રયાસ ક્ય. પરંતુ એમાં તેઓ નિષ્ફળ નીવડયા અને તેમણે જાણીતા ધેરી માર્ગોને આશરો લીધે.
- જ્યારે દુનિયા જાણે પિતાનાં દ્વાર ખોલી રહી હતી અને પિતાને ભંડાર તથા અજાયબીઓ બતાવી રહી હતી તે સમય કે અદ્ભુત હશે! એક પછી એક નવી નવી શોધે થયે જતી હતી – મહાસાગરે, નવા ખડે અને અમાપ સંપત્તિ ઈત્યાદિ જાણેક દ્વાર ખોલે” એવા અર્થને કોઈ જાદુઈ મંત્રની રાહ જોઈ રહ્યાં હતાં એમ લાગતું હતું. તે જમાનાની હવા પણ આ સાહસોની જાદુઈ અસરથી વ્યાપ્ત બની ગઈ હશે.
આજે તે દુનિયા સાંકડી લાગે છે અને એમાં હવે કંઈ શેધાવાનું બાકી રહ્યું હોય એમ જણાતું નથી. એમ લાગે છે ખરું, પણ વાસ્તવિક રીતે એમ નથી; કેમંક વિજ્ઞાને શોધખોળ માટે નવાં નવાં અતિ વિશાળ ક્ષેત્રો ખુલ્લા કર્યા છે. એમાં શોધખોળ અને સાહસ માટે પૂરેપૂરે અવકાશ છે. ખાસ કરીને આજે હિંદુસ્તાનમાં તે એને માટે ખૂબ અવકાશ છે !