________________
६७
ચંગીઝખાં એશિયા તથા યુરોપને ધ્રુજાવે છે
૨૫ જૂન, ૧૭ર હમણાંના મારા ઘણા પત્રોમાં મેં મંગલ લેકને ઉલ્લેખ કર્યો છે તથા તેમણે વર્તાવેલા કેર તથા કરેલા સંહારને નિર્દેશ પણ કર્યો છે. ચીનમાં મંગલેના આગમન પછીથી સુંગ વંશનું આપણું ખ્યાન અટક્યું હતું. પશ્ચિમ એશિયામાં હવે તેઓ આપણને ફરીથી દેખા દે
છે અને ત્યાં આગળ જૂની વ્યવસ્થાને અંત આણે છે. હિંદમાં ગુલામ “ સુલતાને તેમના ત્રાસમાંથી ઊગરી ગયા એ ખરું, પરંતુ એમ છતાંયે તેમણે અહીં ઠીક ઠીક ખળભળાટ મચાવી મૂક્યો. મંગોલિયાના આ ગોપ લે કે જાણે આખાયે એશિયાની અવનતિ કરી હોય એમ જણાય છે. અને માત્ર એશિયાની જ નહિ પણ અર્ધા યુરેપની પણ તેમણે એ જ સ્થિતિ કરી મૂકી. અકસ્માત ફૂટી નીકળીને સારી દુનિયાને સ્તબ્ધ કરી નાખનાર આ અદ્ભુત લકે કોણ હતા ? સીથિયન, દૂણ, તાતંર વગેરે મધ્ય એશિયાની પ્રજાએ ઇતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવી ચૂકી હતી. એમાંની કેટલીક પ્રજાઓ – પશ્ચિમ એશિયામાં તુકે લેક અને ઉત્તર ચીન તથા બીજે કેટલેક ઠેકાણે તારે – હજી પણ ઈતિહાસમાં મહત્ત્વનો ભાગ ભજવી રહી હતી. પરંતુ મંગલ પ્રજાએ હજી સુધી કશું નોંધવા લાયક કાર્ય કર્યું નહોતું. પશ્ચિમ એશિયામાં કોઈને પણ એમને વિષે ઝાઝી ખબર નહિ હોય એ સંભવિત છે. તેઓ મંગોલિયાની કેટલીક મામૂલી જાતિના લેકે હતા અને ઉત્તર ચીનને જીતી લેનાર “કિન” તારના અમલ નીચે હતા.
તેઓ એકાએક બળવાન થયા હોય એમ જણાય છે. એ છૂટી છૂટી વિખરાયેલી જાતિઓ એકત્ર થઈ અને મહાન ખાનને પિતાને એક માત્ર સરદાર ચૂંટી કાઢો. તથા તેને વફાદાર રહેવાની અને તેની આજ્ઞા ઉઠાવવાની પ્રતિજ્ઞા તેમણે કરી. તેની સરદારી નીચે તેમણે પિકિંગ ઉપર ચડાઈ કરી અને “કિનસામ્રાજ્યને અંત આણ્યો. પછી તેમણે પશ્ચિમ તરફ કૂચ આરંભી અને માર્ગમાં આવતાં મોટાં મોટાં રાજ્યનું નિકંદન કાઢયું. પછી તેઓ રશિયા પહોંચ્યા અને તેને તેમણે હરાવ્યું. ત્યાર પછી તેમણે બગદાદ તથા તેના સામ્રાજ્યનો સશે નાશ