________________
દિલ્હીના ગુલામ બાદશાહો
૩૦૧
અને દિલ્હી શહેરનું શું થયું ? એ વરસ પછી મહંમદ બિન તઘલખે તેને કરીથી વસાવવાના પ્રયાસ કર્યાં. પરંતુ એમાં તે સફળ થયે હિ. એક નજરે જોનાર વર્ણવે છે કે, પહેલાં તેણે તેને રણ સમું તદ્દન વેરાન” કરી મૂક્યું હતું. પરંતુ વેરાન રણમાંથી બગીચો બનાવવા એ કંઈ સહેલ વાત નથી. ઇબ્નબતૂતા નામના આફ્રિકાના મૂર પ્રવાસી સુલતાનની સાથે હતા અને તેની સાથે દિલ્હી પાછે ફર્યાં હતા. તે જણાવે છે કે, ‘ દિલ્હી એ દુનિયાનાં સૌથી મોટાં શહેરોમાંનું એક છે. અમે પાટનગરમાં દાખલ થયા ત્યારે અમે એનું બ્યાન કરી ગયા છીએ તેવી તેની સ્થિતિ હતી. એ તદ્દન ખાલી અને ઉજજડ હતું તથા તેમાં બહુ જ એછી વસતી હતી.' ખીજો એક માણસ એ શહેરને આથી દશ માઈલના વિસ્તારમાં ફેલાયેલું વર્ણવે છે એ બધાના નાશ થઈ ગયા હતા. આ વિનાશ એટલો સપૂર્ણ હતા કે, શહેરનાં મકાનોમાં, તેના મહેલોમાં કે પરાંમાં એક કૂતરું કે બિલાડુ સરખું પણ રહ્યુ નહતું.
આ ગાંડા માણસે ૨૫ વરસ એટલે કે છેક ૧૩૫૧ની સાલ સુધી સુલતાન તરીકે રાજ્ય કર્યું. જનતા પોતાના શાસકેાની બદમાશી, ઘાતકીપણું અને અણુધડપણું કેટલી હદ સુધી સાંખી રહે છે એ તાજુબ થવા જેવી વાત છે. પણ, તેની પ્રજાની મનેાદશા આટલી બધી પરવશ થઈ ગયેલી હાવા છતાંયે મહંમદ બિન તઘલખ પોતાનું સામ્રાજ્ય તેાડી નાખવામાં સફળ થયા. તેની ખેવકૂફીભરેલી યેજના તથા ભારે કરાને લીધે દેશ પાયમાલ થઈ ગયા હતા. દેશમાં દુકાળે પથા અને અધૂરામાં પૂરું આખરે બળવા પણ થવા લાગ્યા. ૧૩૪૦ની સાલ પછી એની હયાતી દરમ્યાન પણ સામ્રાજ્યના મોટા મોટા પ્રદેશ સ્વતંત્ર થઈ ગયા હતા. બંગાળ સ્વતંત્ર થઈ ગયું. દક્ષિણમાં ધણાં નવાં રાજ્ગ્યા ઊભાં થયાં. એમાં વિજયનગરનું હિંદુ રાજ્ય મુખ્ય હતું. ૧૩૩૬ની સાલમાં એ સ્થપાયું અને દશ વરસની અંદર તા તેણે દક્ષિણમાં ભારે સત્તા જમાવી.
દિલ્હીની પાસે તઘલકાબાદના અવશેષો આજે પણ આપણા જોવામાં આવે છે. એ શહેર મહંમદના પિતાએ આંધ્યું હતું.