________________
દિલ્હીના ગુલામ બાદશાહ
૨૪ જૂન, ૧૯૩૨ ગઝનીના સુલતાન મહમૂદ વિષે તેમજ તેની વિનંતિથી ફારસી ભાષામાં “શાહનામા' નામનું મહાકાવ્ય લખનાર કવિ ફિરદોશી વિષે હું તને કહી ગયે છું. પરંતુ મહમૂદના સમયના બીજા એક વિખ્યાત પુરૂષ વિષે મેં તને હજી કશું કહ્યું નથી. તે મહમૂદની સાથે પંજાબમાં આવ્યું હતું. એનું નામ અલ્બરૂની હતું. તે ભારે વિદ્વાન હતો અને તે સમયના ધમધ અને ઝનૂની સૈનિકોથી સાવ જુદી પ્રકૃતિને હતે. તેણે આખા હિંદમાં પ્રવાસ કરીને આ નવા દેશ તથા તેના લોકોને સમજવા પ્રયત્ન કર્યો. હિંદની દૃષ્ટિ સમજવાને તે એટલે બધે આતુર હતા કે એટલા સારુ તે સંસ્કૃત ભાષા શીખ્યો અને હિંદુઓના મહત્વના ગ્રંથને તેણે અભ્યાસ કર્યો. વળી તેણે હિંદના તત્ત્વજ્ઞાનને તથા અહીં આગળ શીખવાતાં વિજ્ઞાન તેમ જ કળાઓને અભ્યાસ પણ કર્યો. ભગવદ્ગીતા તે તેને અત્યંત પ્રિય ગ્રંથ થઈ પડ્યો. તે દક્ષિણના ચલ રાજ્યમાં પણ ગયું હતું અને ત્યાં આગળની નહેર વગેરેની જલસિંચાઈની વિશાળ જનાઓ જોઈને તાજુબ થઈ ગયે. હિંદના તેના પ્રવાસન હેવાલ એ પ્રાચીન સમયના આજે મળી આવતા મહત્વના પ્રવાસગ્રંથમાં એક છે. વિનાશ, કાપાકાપી અને અસહિષ્ણુતાના અંધેરમાંથી આ અભ્યાસી, નિરીક્ષક અને સત્ય શામાં સમાયેલું છે તે શોધવા મથત વિદ્વાન જુદે જ તરી આવે છે.
પૃથ્વીરાજને હરાવનાર અફઘાન શાહબુદ્દીન પછી દિલ્હીની ગાદી ઉપર એક પછી એક જે રાજાઓ આવ્યા તે ગુલામ રાજાઓને નામે ઓળખાય છે. તેમને પહેલે રાજા કુતબુદ્દીન હતું. પહેલાં તે શાહબુદ્દીનને ગુલામ હતું, પરંતુ ગુલામે પણ ઊંચે દરજે ચડી શકતા હતા અને દિલ્હીને પહેલે સુલતાન બનવાની કોશિશમાં તે સફળ થયા. એની પછી આવનારા કેટલાક સુલતાને પણ મૂળ ગુલામ હતા