________________
હિન્દુ ઉપર અફધાનોની ચડાઈ
૩૫
સંસ્કૃતિનું કેન્દ્ર બને છે અને કાયલ ખદર વેપારરાજગારનું મારું મથક અને છે. દૂરદૂરના દેશા સાથે તેને વ્યવહાર હતા.
આટલું દક્ષિણ તથા પૂર્વ કિનારા વિષે. પશ્ચિમ તરફ મહારાષ્ટ્રમાં ચાલુકયોની સત્તા હતી, ત્યાર પછી રાષ્ટ્રકૂટની થઈ અને છેવટે ફરીથી ચાલુકયો આવ્યા.
પણ આ બધાં તો કેવળ નામા જ છે, પરંતુ એ રાજ્યો કેટલા બધા લાંબા કાળ સુધી ટક્યાં તથા તેમના અમલ દરમ્યાન કેવી ઉન્નત સંસ્કૃતિ ખીલી તે વિષે વિચાર કરી જો. તેમનામાં કઈક આંતરિક શક્તિ હતી જેને લીધે યુરોપનાં રાજ્યાની સરખામણીમાં તેમને વધારે શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત થઈ. પરંતુ તેની સમાજરચના હવે જરીપુરાણી થઈ ગઈ હતી અને તેની સ્થિરતા જતી રહી હતી. તથા ઘેાડા જ વખતમાં એટલે કે ચાદમી સદીના આરંભમાં મુસ્લિમ સૈન્યનું આગમન થતાં તે ઊથલી પડવાની હતી.
।.