________________
હિન્દ ઉપર અફઘાનેાની ચડાઈ
૩૧૩
હિંદના છેક ઈશાન ખૂણામાં તામિલ દેશ આવેલા છે. અહીં ત્રીજી સદીથી માંડીને નવમી સદી સુધી એટલે કે લગભગ ૬૦૦ વરસ સુધી પલ્લવાએ રાજ્ય કર્યું અને છઠ્ઠી સદીના મધ્ય ભાગથી માંડીને લગભગ ખસા વરસ સુધી દક્ષિણમાં તેમણે આધિપત્ય ભાગવ્યું હતું. તને યાદ હશે કે મલેશિયા અને પૂર્વ તરફના ખીજા ટાપુઓમાં વસાહતીઓના કાલા મોકલનાર પલ્લવા હતા. પલ્લવ રાજ્યનું પાટનગર કાંચી અથવા કાંજીવરમ હતું. તે સમયે એ રમણીય શહેર હતું અને તેની સમજપૂર્ણાંકની નગરરચના માટે આજે પણ તે વિખ્યાત છે.
દશમી સદીના આરંભમાં પલ્લવાને સ્થાને આક્રમણકારી ચોલ લોકા આવ્યા. માટે નૌકાકાફલો બાંધીને સિલોન, બ્રહ્મદેશ તથા બંગાળ ઉપર ચડાઈ કરી વિજય મેળવનાર રાજારાજ અને રાજેન્દ્રના ચાલ સામ્રાજ્ય વિષે મેં તને કંઈક કહ્યું છે. આપણને મળતી એથીયે વિશેષ આનંદજનક માહિતી તે એ છે કે, ત્યાં ચૂંટણી દ્વારા ગ્રામપંચાયત રચવાની પ્રથા હતી. છેક નીચેથી આ પદ્ધતિની રચના કરવામાં આવી હતી. ગ્રામપંચામ્રતા ગામના જુદા જુદા કામ માટે જુદી જુદી સમિતિ નીમતી. તેમજ પરગણાંની પંચાયતની ચૂંટણી કરવા માટે પણ એક સમિતિ નીમતી. આ પરગણાંની પંચાયતે પ્રાંતની પંચાયત ચૂટતી. આ પત્રમાં મેં અનેક વાર આ ગ્રામપંચાયતની પ્રથા ઉપર ભાર મૂક્યો છે કેમકે તે પ્રાચીન આય રાજકારણના પાયારૂપ હતી.
ઉત્તર હિંદમાં અફધાનાના હુમલા થવા લાગ્યા તે સમયે દક્ષિણ હિંદમાં ચાલ લોકાનું પ્રભુત્વ હતું. પરંતુ થોડા જ વખતમાં તેમની પડતી શરૂ થઈ અને તેમના અંકુશ નીચેનું એક નાનું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું તથા તેની સત્તા વધવા લાગી. આ પાંડ્ય રાજ્ય હતું. મદુરા તેની રાજધાની હતી અને કાયલ તેનું બંદર હતું. માર્કોપોલો નામના વેનિસના પ્રવાસીએ ૧૨૮૮ની સાલમાં તથા ૧૨૯૩ની સાલમાં એમ એ વખત કાયલ અંદરની મુલાકાત લીધી હતી. તેણે લખ્યું છે કે એ બહુ મોટું અને ભવ્ય . શહેર છે' તથા ત્યાં આગળ વેપારરોજગાર ધીકતા ચાલે છે અને તેનું ખારું ચીન તથા અરબસ્તાનના વહાણાથી ભરેલું છે. માર્કાપાલો પોતે પણ ચીનથી વહાણુમાં જ ત્યાં આવ્યા હતા. માર્કોપોલોએ એમ પણ લખ્યું છે કે, હિંદના પૂર્વ કિનારા ઉપર ‘કરોળિયાની જાળના તંતુએથી વણી હાય’ એવી ઉત્તમ પ્રકારની મલમલ પેદા થતી હતી. માર્કાપોલા રુદ્રમણિ દેવી નામની એક રાણીને પણ
: