________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન મુસલમાનોના હુમલાની પ્રથમ અસર એ થઈ કે તેને પરિણામે ઘણું લેકે દક્ષિણ તરફ ચાલ્યા ગયા. મહમૂદની ચડાઈઓ અને કતલે પછી ઉત્તર હિંદમાં ઇસ્લામને જંગલી ઘાતકીપણું અને સંહારની સાથે જોડી દેવામાં આવ્યો. એથી કરીને જ્યારે મુસલમાનના નવા હુમલાઓ અટકાવી ન શકાય એટલે કુશળ કારીગરે અને વિદ્વાને ટોળાબંધ દક્ષિણ હિંદમાં ચાલ્યા ગયા. એને લીધે દક્ષિણમાં આર્ય સંસ્કૃતિને ભારે વેગ મળે. - દક્ષિણ હિંદ વિષે થોડુંક તે હું તને ક્યારને કહી ચુક્યો છું. છઠ્ઠી સદીના અધવચથી માંડીને લગભગ બસે વરસ સુધી પશ્ચિમ અને મધ્ય હિંદમાં એટલે કે મહારાષ્ટ્રમાં ચાલુક્યોની સત્તાનું પ્રભુત્વ હતું એ મેં તને કહ્યું છે. તે વખતના રાજા બીજા પુલકેશીને યુએનત્સાંગ મળ્યું હતું. એ પછી રાષ્ટ્ર આવ્યા. તેમણે ચાલુક્યોને હરાવ્યા અને બીજાં બસો વરસ એટલે કે આઠમી સદીથી માંડીને લગભગ દશમી સદીના અંત સુધી દક્ષિણ હિંદ ઉપર પ્રભુત્વ ભોગવ્યું. આ રાષ્ટ્રને સિંધના આરબ રાજકર્તાઓ સાથે બહુ સારો સંબંધ હતા અને તેમના રાજ્યમાં ઘણું આરબ વેપારીઓ તથા મુસાફરો આવતા હતા. આવા એક પ્રવાસીએ પોતાના પ્રવાસને હેવાલ લખે હતા તે આપણી પાસે મોજૂદ છે. તે આપણને જણાવે છે કે તે સમયને (નવમી સદી) રાષ્ટ્રકટોનો રાજા દુનિયાના ચાર સૌથી મહાન રાજાઓમાંને એક હતું. તેના અભિપ્રાય મુજબ બીજા ત્રણ મહાન રાજાએ આ હતા : બગદાદને ખલીફ, ચીનને સમ્રાટ અને રૂમને એટલે કે કોન્સ્ટોન્ટિનોપલને સમ્રાટ. આ હકીકત મજાની છે; કેમકે તે સમયે હિંદ વિષે એશિયામાં શે અભિપ્રાય પ્રચલિત હતું તેની એ માહિતી આપે છે. જ્યારે બગદાદ તેની કીર્તિની પરાકાષ્ઠાએ હતું તે સમયે એક આરબ પ્રવાસી રાષ્ટ્રકૂટના રાજ્યને ખલીફના સામ્રાજ્ય સાથે સરખાવે એને અર્થ એ કે મહારાષ્ટ્રનું રાજ્ય અત્યંત બળવાન અને સમર્થ હોવું જોઈએ.
દશમી સદીમાં (૯૭૩ની સાલમાં) રાષ્ટ્રકૂટોને બદલે ચાલુક્યોને અમલ પાછો શરૂ થયું અને એ લેકે પણ બીજાં બસે વરસ સુધી (૧૧૯ની સાલ સુધી) સત્તા ઉપર રહ્યા. આમાંના એક ચાલુક્ય રાજાને વિષે એક લાંબું કાવ્ય લખાયું છે. તેમાં લખ્યું છે કે તેની પત્ની તેને સ્વયંવરથી વરી હતી. સ્વયંવરની આ પુરાણી આર્ય પ્રથા આટલા લાંબા સમય સુધી ટકી હતી એ જાણીને ખરેખર આનંદ થાય છે.