________________
ડેના સમયનું યુરેપ ૩૪૭ જોડે એથીયે વધારે લડાઈઓ થતી. એ યુદ્ધોમાં ઉમરાવો ઉપર વિજય મેળવવામાં જર્મનીના રાજા કે સમ્રાટ કરતાં ઇંગ્લંડ તથા ફ્રાંસના રાજાઓને ઘણી વધારે સફળતા મળી. અને તેથી કરીને બીજા દેશોને મુકાબલે ઇંગ્લંડ તથા ફ્રાંસ વધારે સંગઠિત દેશ બન્યા તથા પિતાની અંદરની એકતાને લીધે તેઓ વધારે બળવાન બન્યા.
આ અરસામાં ઇંગ્લંડમાં એક બનાવ બને. કદાચ એ વિષે તેં વાંચ્યું પણ હશે. એ બનાવ, ૧૨૨પની. સાલમાં ઈંગ્લેના રાજા જેને મૅગ્ના કાર્ગો ઉપર સહી કરી તે છે. જેને તેના ભાઈ શેરદિલ રીચર્ડ પછી ગાદીએ આવ્યો હતો. તે અતિશય લેભી હતી અને વળી નબળો પણ હતા. તેણે પિતાના વર્તનથી એકે એક જણને છંછેડી મૂક્યા હતા. ટેમ્સ નદીના “રનીમીડ” ટાપુમાં ઉમરાવોએ તેને ઘેરી લીધે અને તરવારની અણીએ મૅગ્ના કાર્ટી અથવા તે “મહાન કરાર” ઉપર સહી કરવાની તેને ફરજ પાડી. એ કરારમાં ઈંગ્લેંડના ઉમરાવો તથા જનતાના કેટલાક અધિકાર માન્ય રાખવાના રાજાના વચનનો સમાવેશ થાય છે. ઇગ્લેંડમાં રાજકીય હક્ક પ્રાપ્ત કરવા માટે ચાલેલી લાંબી લડતનું આ પ્રથમ મેટું પગથિયું હતું. એ કરારમાં ખાસ કરીને એવું લખાણ કરવામાં આવ્યું હતું કે પિતાના સમેવડિયાઓની સંમતિ વિના કોઈ પણ નાગરિકની મિલક્ત કે સ્વતંત્રતા રાજા છીનવી લઈ શકે નહિ. સમેવડિયાઓ જેમાં ન્યાય ચૂકવે છે એવું મનાય છે તે પૂરીની પદ્ધતિને ઉભવ એમાંથી જ થયું છે. આ ઉપરથી આપણને માલૂમ પડે છે કે ઇંગ્લંડમાં બહુ પહેલેથી જ રાજાની સત્તા ઉપર અંકુશ મૂકવામાં આવ્યો હતો. રાજાની સર્વોપરિતાનો સિદ્ધાંત જે પવિત્ર રોમન સામ્રાજ્યમાં પ્રચલિત હતા તે એ સમયે પણ ઇંગ્લંડમાં માન્ય રાખવામાં આવ્યા નહોતે.
૭૦૦ વરસથી પણ પહેલાં ઇંગ્લંડમાં કરવામાં આવેલે આ નિયમ બ્રિટિશ અમલ નીચે હિંદુસ્તાનમાં ૧૯૩૨ની સાલમાં પણ લાગુ પાડવામાં આવતું નથી એ જાણવું રમૂજી થઈ પડે છે. આજે તો ઐડિનન્સ કાઢવાની, કાયદા ઘડવાની તથા પ્રજાની સ્વતંત્રતા અને મિલકત છીનવી લેવાની સત્તા એક જ વ્યક્તિના – વાઈસરૉયના – હાથમાં છે.
મૅગ્ના કાર્યો પછી થેડા જ વખતમાં ઈંગ્લેંડમાં બીજો એક મહત્ત્વનો બનાવ બને. ધીમે ધીમે ત્યાં આગળ એક રાષ્ટ્રીય સભાને