________________
૩૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
તાકાત નહોતી. ક્રાંસ તથા ઇંગ્લેંડમાં રાજા પોતાની સ્થિતિ ધીમે ધીમે મજબૂત કરતા જતા હતા અને પોતાને નડતરરૂપ થતા પોતાના મોટા મોટા ડ્યૂડલ વૅસલો અથવા સામંત વતનદારોને ખાવી દેતા હતા. જનીને રાજા પવિત્ર રામન સામ્રાજ્યને સમ્રાટ પણ હતા અને પોપ તથા ઇટાલીનાં નગરો સાથે લડવામાં તે એટલા બધા રોકાયેલા રહેતો કે પેાતાના ઉમરાવાને અંકુશમાં રાખવાની તેને ફુરસદ નહતી. પોતાને રાજા સમ્રાટ છે એ પ્રકારની પ્રતિષ્ઠા જર્મનીને મળતી. પરંતુ એ સંદિગ્ધ પ્રતિષ્ઠાને ખાતર ધર આગળ તેને સાસવું પડયું. એથી કરીને જર્મનીમાં આંતિરક નબળાઈ અને અંદર અંદર ફાટફૂટ દાખલ થયાં. જર્મનીમાં એકતા આવી તે પહેલાં ઘણા સમય પૂર્વે ક્રાંસ તથા ઇંગ્લેંડ બળવાન રાષ્ટ્ર બન્યાં હતાં. સેકડા વરસો સુધી જનીમાં નાનાં નાનાં અસંખ્ય રાજારજવાડાં હતાં. છેક હમણાં હમણાં ૬૦ વરસ ઉપર જ જર્મનીએ એકતા સાધી, પરંતુ એ વખતે પણ ત્યાં આગળ નાના નાના રાજા અને રજવાડાંઓ ચાલુ રહ્યાં. ૧૯૧૪-૧૮ ના મહાયુદ્ધે એ રજવાડી ટાળાના અંત આણ્યો.
ફ્રેંડરિક બીજા પછી જર્મનીમાં એટલી બધી અવ્યવસ્થા વ્યાપી ગઈ કે ૨૩ વરસ સુધી સમ્રાટની ચૂંટણી થઈ શકી નહિ. ૧૨૭૩ની સાલમાં રુડૉલ્ફ નામના હેપ્સબર્ગના કાઉન્ટને એટલે કે જાગીરદારને સમ્રાટ ચૂંટવામાં આવ્યે. હેપ્સનું આ નવું કુળ હવે ઇતિહાસની રંગભૂમિ ઉપર પ્રવેશ કરે છે. એ કુળ સામ્રાજ્યના અંત સુધી તેને વળગી રહેનાર હતું. મહાયુદ્ધ દરમ્યાન શાસનકર્તા તરીકે એ કુળને પણ અંત આવ્યો. મહાયુદ્ધ સમયે ઑસ્ટ્રિયા-હ ંગરીને સમ્રાટ ફ્રાન્સિસ જૉસેફ હતા. તે હેપ્સબર્ગ કુળના હતા. તે ઘણા વૃદ્ધ હતા અને ૬૦ વરસથીયે વધારે સમયથી તે ગાદી ઉપર હતા. તેને ત્રિજો ક્રાંઝ ફર્ડિનાન્ડ ઑસ્ટ્રિયા-હંગરીની ગાદીના વારસ હતો. ૧૯૧૪ ની સાલમાં બાલ્કન દ્વીપકલ્પમાં આવેલા ખેસ્નિયા પ્રાંતમાં સેરાજેવા નામના સ્થળે તેનું તથા તેની પત્નીનું ખૂન થયું. આ ખૂનમાંથી જ આ મહાયુદ્ધ સળગી ઊઠ્યું. એ યુદ્ધે ઘણી વસ્તુઓના અંત આણ્યો. હૅપ્સબર્ગને પ્રાચીન રાજવંશ એ તે પૈકીની એક હતી.
પવિત્ર રામન સામ્રાજ્યની બાબતમાં આટલું ખસ છે. એની પશ્ચિમે ફ્રાંસ તથા ઇંગ્લેંડને એકબીજા સાથે વારંવાર લડાઈ એ થતી. પરંતુ એ બંને દેશના રાજાને પોતપોતાના મોટામેટા ઉમરાવે