________________
કારડાખા અને ગ્રેનેડા
૩૩૧
રીતરિવાજો, ધાર્મિક ક્રિયા એટલું જ નહિ પણ તેમના નામેા પણ છેડી દઈ ને સ્પેનિશ ભાષા ખેલવાના, સ્પેનના લેાકેાની જેમ વવાના અને ફરીથી સ્પેનના લેાકાના જેવાં નામેા ધારણ કરવાને હુકમ ક્રમાવવામાં આવ્યા.’ અલબત્ત, આ જંગલી દમન સામે રમખાણા અને અડે। થયાં પરંતુ તેમને નિર્દય રીતે કચડી નાંખવામાં આવ્યાં.
સ્પેનના ખ્રિસ્તી લેાકેા નાહવા-ધોવાની બહુ વિરુદ્ધ હોય એમ લાગે છે. સ્પેનના આરમેને એ વસ્તુ અતિશય પ્રિય હતી અને તેથી તેમણે ઠેકઠેકાણે સાર્વજનિક હમામખાનાં બંધાવ્યાં હતાં. પરંતુ એટલા ખાતર જ કદાચ સ્પેનિશ લેાકાએ એને વિરોધ કર્યો હોય એમ બનવાજોગ છે. એથી આગળ વધીને ‘· મૂર અથવા આરબ લેાકાને સુધારવા ખાતર ' ખ્રિસ્તી લેાકાએ એવા હુકમ ફરમાવ્યા કે, તેમને, તેમની સ્ત્રીઓને તેમજ બીજા કાઈ ને પણ પોતાને ઘેર અથવા તેા ખીજે કાઈ ઠેકાણે નાહવાધાવાની રજા ન આપવી અને તેમનાં બધાં હમામખાનાં તોડી પાડીને તેમને નાશ કરવા.
"
નાહવાધોવાના પાપ ઉપરાંત, તેમે ધર્માંના વિષયમાં સહિષ્ણુ હતા એવા આ સૂર લેાકેા ઉપર સ્પેનિશ ખ્રિસ્તીઓનો બીજો એક ભા આરોપ હતા. આ વાત આપણને અતિશય વિચિત્ર લાગે એવી છે, પરંતુ ૧૬૦૨ની સાલમાં વેલેન્સિયા પરગણાના આક બિશપ એટલે । વડા ધર્માંચાયે મૂર લેાકાને સ્પેનમાંથી હાંકી કાઢવાની ભલામણ કરતું ‘ આરાની ધર્મ ભ્રષ્ટતા અને રાજદ્રોહ ’ એ નામથી જે લખાણ કયું હતું, તેમાં આ ધર્મ સહિષ્ણુતાને આરોપ મુખ્ય હતા. આ વિષે તે કહે છે કે, તેઓ ( સૂર લોકેા ) ધર્મની બાબતમાં અંતઃકરણની સ્વત ંત્રતાને સાથી વિશેષ પસ ંદગી આપે છે અને તુ તથા ખીન્ન મુસલમાને પણ તેમની રૈયતને એ છૂટ આપે છે. આ રીતે અજાણપણે પણ સ્પેનના સેરેસન લેકાની કેટલી ભારે તારીફ કરવામાં આવી છે! અને સ્પેનના ખ્રિસ્તી લેાકાનું દૃષ્ટિબિંદુ તેમનાથી કેટલું બધું ભિન્ન અને અસહિષ્ણુ હતું !
:
}}
લાખા સેરેસનાને બળજબરીથી સ્પેનમાંથી હાંકી કાઢવામાં આવ્યા. ઘણાખરાને આફ્રિકામાં અને થાડાકને ફ્રાંસમાં. પરંતુ આરબ લેકા સાતસો વરસ સુધી સ્પેનમાં રહ્યા હતા અને આ લાંબા ગાળા દરમ્યાન ઘણે અંશે તે સ્પેનની પ્રજામાં ભળી ગયા હતા. મૂળે તે આરબ હતા ખરા, પરંતુ ધીમે ધીમે તેએ વધારે ને વધારે સ્પેનિશ થતા ગયા હતા. ઘણુંકરીને પાછળના સમયના સ્પેનના આરએ