________________
૩૩૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને મનોહર આકૃતિઓ ચીતરવા લાગ્યા. ઘણી વાર તે તેઓ કમાને ઉપર તેમ જ અન્યત્ર કુરાનની આયાત લખતા અને એ રીતે તેમને સુંદર આભૂષણરૂપ બનાવતા. અરબી લિપી એવી મરોડદાર અને વહેતી લિપી છે કે તેમાંથી આવા શણગારે સહેલાઈથી રચી શકાય.
ગ્રેનેડાનું રાજ્ય ૨૦૦ વરસ ટક્યું. સ્પેનનાં બીજા ખ્રિસ્તી રાજ્ય – ખાસ કરીને કેસ્ટાઈલ–એના ઉપર ખૂબ દબાણ કરતાં અને તેને પજવતાં હતાં. કેટલીક વખતે તે કેસ્ટાઈલને ખંડણી આપવાનું પણ કબૂલ કરતું. આ ખ્રિસ્તી રાજ્યમાં પરસ્પર કુસંપ ન હેત તે કદાચ એ રાજ્ય આટલે વખત ન ટકી શક્ત. પરંતુ ૧૪૬૯ની સાલમાં એમાંનાં બે મુખ્ય રાજ્યના રાજકર્તા – ફર્ડિનાન્ડ અને ઇઝાબેલ– લગ્નગ્રંથિથી જોડાયાં અને તેથી કરીને કેસ્ટાઈલ, એરેગેન અને લિયોન એકત્ર થયાં. ફર્ડિનાન્ડ અને ઇઝાબેલાએ ગ્રેનેડાના આરબ રાજ્યને અંત આણે. આરબો ઘણું વરસ સુધી બહાદુરીથી લડ્યા પરંતુ આખરે તેમને એ પાસથી ઘેરી લઈને ગ્રેનેડામાં પૂરી દેવામાં આવ્યા. છેવટે, ભૂખમરાને કારણે ૧૪૯૨ની સાલમાં તેઓ તાબે થયા.
ઘણા સેરેસન અથવા આરબ લેકે સ્પેન છેડીને આફ્રિકામાં ચાલ્યા ગયા. ગ્રેનેડા નજીક એ શહેરની સામે આજે પણ “અલ અલ્ટિમે એસ્પીરે ડેલ મેરે” એ નામનું સ્થળ મોજૂદ છે. એનો અર્થ “મૂર લેકેનો અંતિમ નિશ્વાસ” એ થાય છે.
પરંતુ સંખ્યાબંધ આરો તે સ્પેનમાં જ રહ્યા. આ આરબો પ્રત્યે દાખવવામાં આવેલ વર્તાવ એ સ્પેનના ઈતિહાસમાં અતિશય કાળું પ્રકરણ છે. તેમના પ્રત્યે અતિશય નિર્દયતા બતાવવામાં આવી, તેમની કતલ કરવામાં આવી, અને તેમના પ્રત્યે સહિષ્ણુતા દાખવવાનું તેમને આપવામાં આવેલું વચન ભૂલી જવામાં આવ્યું. લગભગ આ જ અરસામાં રોમન ચર્ચ તેને વશ ન વર્તે તે સીને ચગદી નાખવા માટે “ઈક્વિઝીશન” એટલે કે ધાર્મિક અદાલતરૂપી ભયંકર શસ્ત્રની પેનમાં ભેજના કરી. સેરેસના અમલ દરમ્યાન માતબર થયેલા યહૂદીઓને હવે પિતાને ધર્મપલટ કરવાની ફરજ પાડવામાં આવી અને તેમાંના ઘણાને તે જીવતા બાળી મૂકવામાં આવ્યા. સ્ત્રી અને બાળકોને પણ જતાં કરવામાં ન આવ્યાં. એક ઈતિહાસકાર કહે છે કે, “નાસ્તિકને (એટલે કે સેરેસનોને) તેમને હભવ્ય પિશાક છોડીને હેટ અને સુરવાલ પહેરવાનો તથા તેમનાં ભાષા,