________________
પ
શગુન અમલનુ જાપાન
૬ જૂન, ૧૯૩૨
ચીનથી પીળે! સમુદ્ર ઓળંગી જાપાન પહેાંચવું સહેલું છે, અને હાલ આપણે તેની આટલાં બધાં નજીક છીએ તો સાથે સાથે ત્યાં પણ જઈ આવીએ. જાપાનની આપણી છેલ્લી મુલાકાત તને યાદ છે ? આપણે જોઈ ગયાં કે ત્યાં આગળ મોટાં મોટાં કુટુંબે પેદા થયાં હતાં અને પ્રભુત્વ મેળવવા માટે તે એકબીજા સાથે લડતાં હતાં તથા મધ્યસ્થ રાજતંત્ર પણ વધારે ને વધારે પ્રમાણમાં અસરકારક થતું જતું હતું. શહેનશાહ માટા અને બળવાન કુટુંબનેા અગ્રણી મટીવે મધ્યસ્થ રાજતંત્રનો વડો બન્યો હતો. કેન્દ્રસ્થ સત્તાના પ્રતીક તરીકે પાટ નગર નારાની સ્થાપના કરવામાં આવી હતી. એ પછી ત્યાંથી કોટામાં રાજધાની ખસેડવામાં આવી. ચીનની રાજ્યપદ્ધતિનું અનુકરણ કરવામાં આવ્યું અને કળા, ધર્મ તેમજ રાજકારણની બાબતમાં પણ જાપાને ઘણું ચીન પાસેથી અથવા તેની મારફતે મેળવ્યું. એ દેશનું નામ દાઈ નિપન' પણ ચીનથી જ આવ્યું હતું.
(
ફૂવારા નામના એક બળવાન કુળે બધી સત્તા પોતાને હાથ કરી લીધી અને સમ્રાટને પૂતળા જેવા બનાવી મૂકો એ પણ આપણે જોઇ ગયાં. બસે વરસ સુધી એ મુળે એ પ્રમાણે રાજ્ય કર્યું. સમ્રાટ જીવ પર આવી જઈ ને છેવટે રાજગાદી છેાડી મમાં પ્રવેશ કરવા લાગ્યા. પરંતુ સાધુ બનવા છતાંયે આ ભૂતપૂર્વ સમ્રાટો, રાજગાદી ઉપર આવેલા પોતાના પુત્રાને સલાહ વગેરે આપી રાજકાજમાં સારી પેઠે માથું મારતા. આ રીતે સમ્રાટ ફૂછવારા કુળની સત્તાને કંઇક અંશે પહોંચી વળતા. કામ કરવાની આ રીત પક્ષ અને ગૂંચવણભરેલી હતી પરંતુ ફૂવારા કુળની સત્તા ઘટાડવામાં તે સફળ નીવડી. એક પછી એક ગાદીત્યાગ કરીને સાધુ બનનાર સમ્રાટોના હાથમાં ખરી સત્તા હતી. એથી કરીને તેમને મનિવાસી સમ્રાટ' કહેવામાં આવે છે. દરમ્યાન બીજા ફેરફારો પણ થયા અને મોટા મોટા જમીનદારોનો એક નવા વર્ગ પેદા થયે!. તેએ યુદ્ધકળામાં પણ પ્રવીણ હતા.
?