________________
ચીન ગેાપ જાતિઓને પશ્ચિમ તરફ ધકેલે છે ૨૯૭
ધણી થઈ ખેડા અને પેકિંગને તેમણે પોતાની રાજધાની બનાવી. સુંગ રાજાએ દક્ષિણ તરફ ગયા અને જેમ જેમ કીન લેકે આગળ વધતા ગયા તેમ તેમ તેએ પાછળ હતા ગયા. આ રીતે ઉત્તર ચીનમાં કીન સામ્રાજ્ય હતું અને દક્ષિણૢ ચીનમાં સુંગ સામ્રાજ્ય હતું. આ સંગા દક્ષિણના સુંગ કહેવાય છે. ઉત્તરમાં સુંગ વંશનો અમલ ૯૬૦ની સાલથી ૧૧૨૭ ની સાલ સુધી રહ્યો. દક્ષિણના સુંગ રાજાએ દક્ષિણ ચીનમાં દેઢસા વરસ સુધી રાજ્ય કર્યું. છેવટે મગેાલ લકા ત્યાં આવ્યા અને તેમણે ૧૨૬૦ની સાલમાં તેમની સત્તાને અંત આણ્યો. પરંતુ ચીને પણ પ્રાચીન હિંદુસ્તાનની પેઠે મ ંગાલ જેવા લેકાને પણ પોતાનામાં સમાવી દઈને અને તેમને પણ અસલ ચીના બનાવી દઈ ને એને બદલે લીધા.
આમ ચીન આખરે ગેાપ જાતિ આગળ હારી ગયું અને તેમને વશ થયું. પરંતુ એમ તેમને વશ થતાં થતાં પણ તેણે તેમને સભ્ય બનાવ્યા. આથી એશિયા અને યુરોપના બીજા ભાગાની પેઠે ચીનને તેમના તરફથી વેવું પડયું નહિ.
ઉત્તર તેમજ દક્ષિણના સુગ સમ્રાટે રાજકીય દૃષ્ટિએ તેમના પુરગામી તગ સમ્રાટ જેટલા સમથ નહેાતા. પરંતુ તેમણે ત ંગ વંશની જાહેોજલાલીના સમયની કળાની પરપરા જાળવી રાખી એટલું જ નહિ પણ તેને ઉત્ક પણ કર્યાં. દક્ષિણના સુગ રાજાના અમલ દરમ્યાન દક્ષિણ ચીનમાં કળા તેમજ કવિતાની ખૂબ પ્રગતિ થઈ. એ સમયે ખાસ કરીને પ્રાકૃતિક દશ્યાનાં અતિશય સુંદર ચિત્રો ચીતરાયાં; કેમકે સુગ સમયના કલાકારો કુદરતપ્રેમી હતા. કળાકારની પીંછીના સ્પર્શથી સુશોભિત બનેલાં ઢોળવાળી ચિનાઈ માટીનાં વાસણા પણ એ સમયે બનવા લાગ્યાં હતાં એમ જણાય છે. આ કળા વધારે ને વધારે સુંદર અને અદ્ભુત બનતી ગઈ અને બસે વરસ પછી મિંગ સમ્રાટોના અમલ દરમ્યાન તે આપણે છક થઈ જઈએ એવું માટીકામ ત્યાં બનવા લાગ્યું હતું. મિગ સમયનું ચીનનું એવું એકાદ વાસણ આજે પણ આપણને અલૈકિક આનદ આપે છે.