________________
યુરેપની ફચૂડલ અથવા સામાન્ત સમાજવ્યવસ્થા ૨૮૫ આ પરંતુ આવા વિચારે તે હજી ભવિષ્યમાં ઉદ્ભવવાના હતા. જે સમયની આપણે હાલ વાત કરી રહ્યાં છીએ તે અરસામાં લેકે એ દિશામાં વિચાર કરતા નહોતા. પ્રજાને આમવર્ગ દુ:ખી હતો પરંતુ તેમની હાડમારીમાંથી ઊગરવાનો રસ્તો તેમને દેખાતું નહોતું. એથી કરીને તેઓ પ્રચલિત પરિસ્થિતિને વશ થતા હતા અને આશા-શૂન્ય મજૂરીનું જીવન ગુજારતા હતા. હુકમને તાબે થવાની ટેવ ઠેકી ઠેકીને તેમના હાડમાં ઉતારી દેવામાં આવી હતી અને એક વખત એ ટેવ હાડમાં ઉતરી ગયા પછી લેકે ગમે તેને વશ વર્તે છે અને ગમે તેવા જુલમ અને અન્યાયે વેઠી લે છે. આમ એક બાજુ ક્યૂડલ ઑર્ડ એટલે કે મોટા સામતે અને તેમના પરિચારકે તથા બીજી બાજુ અતિશય ગરીબ લેકને સમાજ નિર્માણ થતે આપણું જોવામાં આવે છે. ઑર્ડને પથ્થરના કિલ્લાની આસપાસ સર્ફ એટલે આસામી કે દાસ લોકોનાં માટી કે લાકડાનાં છાપરાંનાં જૂથ હતાં. તે સમયે એકબીજાથી સાવ નિરાળી બે પ્રકારની દુનિયા હતી –એક લૉર્ડ એટલે સામન્ત કે માલિકની દુનિયા અને બીજી સર્ફ એટલે દસ વર્ગની દુનિયા; એ પૈકીને લંડ અથવા માલિક ઘણું કરીને પોતાના સર્ફ અથવા દાસને પિતાનાં પાળેલાં પશુઓથી જરાતરા જ ચડિયાતા ગણતો.
કેટલીક વાર નાના પાદરીઓ લૉર્ડ અથવા માલિકે સામે દાસવર્ગનું રક્ષણ કરતા. પરંતુ સામાન્ય રીતે તે ધર્માધિકારીઓ ઑર્ડ કે માલિકને જ પક્ષ લેતા. અને ખરી વાત તો એ છે કે પરગણાના વડા ધર્મધિકારીઓ એટલે કે બિશપ અને મઠાધિકારીઓ એટલે કે ઍબટો પિતે પણ મોટા મોટા ચૂડલ લોર્ડ હતા.
હિંદમાં આવી જાતની ક્યુડલ સમાજવ્યવસ્થા નહોતી. પરંતુ આપણે ત્યાં પણ કંઈક એને મળતી જ પદ્ધતિ હતી. આપણી હિંદુસ્તાની રિયાસતેના રાજાઓ, રજવાડાંઓ, ભાયાતે, ઠાકોર અને જાગીરદારે હજી પણ યૂડલ વ્યવસ્થાના જેવી જ ઘણી રજવાડી પ્રથાઓ તથા રીતરિવાજોને વળગી રહ્યા છે. હિંદુસ્તાનની જ્ઞાતિવ્યવસ્થા જેકે ફફ્યુડલ સમાજવ્યવસ્થાથી સાવ જુદી હોવા છતાંયે તેણે સમાજને જુદા જુદા વર્ગમાં વહેંચી નાખે છે. ચીનમાં આવા અધિકારે ભગવત આપખુદ વર્ગ કદી પણ નહોતે એમ તને આગળ કહ્યાનું મને સ્મરણું છે. પરીક્ષાની તેની પ્રાચીન પદ્ધતિથી તેણે દરેક વ્યક્તિ માટે સૌથી ઊંચો હોદ્દો પ્રાપ્ત કરવાનાં દ્વાર ખુલ્લા કર્યા હતાં. પરંતુ એને અમલ કરવામાં બેશક ઘણી મર્યાદાઓ ઊભી કરવામાં આવી હશે.