________________
૮૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન એવું કામ તેમને માટે હિણપતભર્યું મનાતું. યુદ્ધ એ તેમને મુખ્ય વ્યવસાય હતે અને લડાઈમાં રોકાયા ન હોય ત્યારે તેઓ શિકાર ખેલતા, નકલી લડાઈ લડતા અને ઘોડેસવારી કે એવી જ મરદાની રમત રમતા. એ લેકે અણઘડ તેમજ અભણ હતા અને ખાવાપીવા તથા લડવા સિવાયના મનોરંજનના બીજા અનેક પ્રકારની તેમને ખબર નહોતી. આમ અનાજ તેમજ જીવનની બીજી જરૂરી વસ્તુઓ ઉત્પન્ન કરવાને બધો બોજો ખેડૂતે તથા કારીગરે ઉપર પડતે હતો. આ
વ્યવસ્થાની ટોચે કિંગ અથવા રાજા હતા અને તે એક પ્રકારને ઈશ્વરને વેસલ અથવા સામાન્ત મનાતા હતા.
ક્યડલ વ્યવસ્થાના પાયામાં આવા પ્રકારની કલ્પના રહેલી હતી. સિદ્ધાંતની દષ્ટિએ મોટો લો તેના નાના લેન્ડેનું અને તેઓ તેમના સર્ક અથવા વિલિને એટલે આસામીઓ દાસેનું રક્ષણ કરવાને બંધાયેલા હતા પરંતુ તેમને કાયદાનું કશું બંધન નહોતું અને વ્યવહારમાં તેમની મરજી એ જ કાયદે ગણાતો. તેમના ઉપરી મોટા લોર્ડ કે રાજા ભાગ્યે જ તેમના ઉપર અંકુશ મૂકતા તથા ખેડૂત વર્ગ એટલે બધે કમજોર હતો કે તે તેમની કોઈ પણ માગણીને વિરોધ કરી શકે એમ નહોતું. આમ અતિશય બળવાન હોવાને લીધે તેઓ તેમના સર્ફ એટલે આસામી ખેડૂતો પાસેથી કઢાવી શકાય એટલું કઢાવી લેતા અને તેમનું કંગાલિયતભર્યું જીવન ગુજારવા જેટલું માંડ તેમની પાસે રહેવા દેતા. દરેક દેશમાં જમીનના માલિકને હમેશાં આ જ ચાલ રહ્યો છે. જમીનની માલિકીની સાથે અમીરીને
ખ્યાલ હમેશ જોડાયેલા રહ્યો છે. જમીન પચાવી પાડીને કિલ્લે બાંધનાર લૂટારુ નાઈટ અથવા યોદ્ધો તરત જ લોર્ડ અથવા અમીર બની જાય છે અને સે કોઈ તેને આદર કરે છે. જમીનની માલિકીને લીધે સત્તા પણ પ્રાપ્ત થાય છે. અને જમીન માલિકોએ ખેડત, ઉત્પાદક તથા મજૂરે પાસેથી વધારેમાં વધારે પડાવી લેવા માટે એ સત્તાનો ઉપયેાગ કર્યો છે. અરે, કાયદાએ પણ માલિકને જ મદદ કરી છે કેમકે કાયદા પણ તેમના કે તેમના મિત્રના બનાવેલા હોય છે. આ જ કારણથી ઘણું લેકે એમ માને છે કે જમીનની માલિકી વ્યક્તિની નહિ પણ સમાજની હેવી જોઈએ. જમીન રાજ્યની અથવા તે સમાજની માલિકીની થઈ જાય એને અર્થ એ થયો કે તે જમીન પર વસતા સૈની માલિકીની બની જાય છે. એ સ્થિતિમાં કોઈ પણ માણસ બીજાનું શોષણ ન કરી શકે તેમજ તેને ગેરલાભ પણ ન લઈ શકે.