________________
યુરોપના દેશે નિર્માણ થવા લાગે છે શપ ચાર્લ્સ માટેલ નામના આવા એક મેયરે જ ક્રાંસમાં દુર્સના રણક્ષેત્રના મહાન યુદ્ધમાં ૭૩૨ની સાલમાં સેરેસન લેકેને હરાવ્યા હતા. તેમના ઉપર જીત મેળવીને તેણે સેરેસન લેકના વિજયના જુવાળને અટકાવ્ય. ખ્રિસ્તી લેકની નજરે તે, એમ કરીને તેણે આખા યુરોપને ઉગાર્યું. એને લીધે તેની પ્રતિષ્ઠા અને આબરૂ ખૂબ વધી ગયાં. લેકે તેને દુશ્મનોની સામે ખ્રિસ્તી જગતને રક્ષક અને તારણહાર માનવા લાગ્યા. એ સમયે કૉન્સ્ટાન્ટિનેપલના સમ્રાટ સાથે રોમના પિપને સંબંધ બગડ્યો હતે. એથી કરીને પિપે સહાય માટે ચાર્લ્સ માટેલ તરફ નજર કરવા લાગ્યા. ચાર્લ્સ માર્ટેલના પુત્ર પીપીને પૂતળા સમાન રાજાને ઉઠાડી મૂક્યો અને તે પોતે રાજા બની બેઠે. અને પિપે સહર્ષ આ ફેરફાર મંજૂર રાખ્યો.
- પીપીનને શાર્લમેન નામને પુત્ર હતું. પિપ ઉપર ફરીથી આફત આવી પડી અને તેણે શાર્લમેનને પિતાની મદદે બોલાવ્ય. શાર્લમેન અથવા ચાર્લ્સ તેની મદદે ગયો અને પોપના દુશ્મનોને તેણે હાંકી કાઢ્યા. ઈ. સ. ૮૦૦ના નાતાલના દિવસે મેટ સમારંભ કરીને રેમના દેવળમાં પિપે શાર્લમેનને રોમન સમ્રાટ તરીકે રાજ્યાભિષેક કર્યો. એ દિવસથી “હેલી રોમન એમ્પાયર” એટલે કે, પવિત્ર રોમન સામ્રાજ્યને આરંભ થયો. એને વિષે પહેલાં મેં તને એક વખત લખ્યું હતું.
આ એક વિચિત્ર પ્રકારનું સામ્રાજ્ય છે અને તેને પાછળને એટલે કે ધીમે ધીમે તે લુપ્ત થતું જતું હતું તે વખતનો ઈતિહાસ તે વળી એથીયે વિચિત્ર છે.
ઐલિસ ઇન ધ વંડરલેન્ડમાંની એશાયરની બિલ્લીનું શરીર ધીમે ધીમે અદશ્ય થતું જઈ છેવટે જેમ તેના સ્મિતની છાયા જ બાકી રહે છે તેમ આ સામ્રાજ્યના દેહને નાશ થયા પછી તેની એક થ્થા જ માત્ર રહી ગઈ. યુરેપી સમાજ ઉપરની અસર ઉપરથી જ આપણને તેના અસ્તિત્વની પ્રતીતિ થાય છે. પરંતુ એ સ્થિતિ તે હજી આવવાની હતી અને આપણે ભવિષ્યમાં ડોકિયું કરવાની હાલ જરૂર નથી.
- આ પવિત્ર રેમન સામ્રાજ્ય એ કંઈ પશ્ચિમી રોમન સામ્રાજ્યની પૂતિ નહતું. એ તે તેનાથી કંઈક ભિન્ન વસ્તુ હતી. તે પિતાને દુનિયાનું એકમાત્ર સામ્રાજ્ય માનતું હતું. એને સમ્રાટ, કદાચ પિપ સિવાય, દુનિયામાં સર્વને ઉપરી અધિકારી મનાતું હતું. બેમાંથી