________________
પર યુરોપના દેશે નિર્માણ થવા લાગે છે
૩ જૂન, ૧૯૩૨ બેટી, હવે આપણે યુરેપની મુલાકાત લઈશું? છેલ્લાં આપણે ત્યાં હતાં ત્યારે તે દુર્દશામાં હતું. રેમનું પતન પશ્ચિમ યુરોપને માટે તે સંસ્કૃતિના પતન સમું નીવડયું. કન્ઝાન્ટિનેપલના અમલ નીચેના મુલક સિવાયના પૂર્વ યુરોપની દશા તે એથીયે બૂરી હતી. એટીલા નામના કૂણ લેકોના સરદારે આગ અને ભાંગફાડથી યુરોપને ઘણે મુલક ઊજડ કરી મૂક્યો હતે. પરંતુ પૂર્વનું રોમન સામ્રાજ્ય તેની અવનતિ થતી જતી હોવા છતાં હજુ ટકી રહ્યું હતું અને કદી કદી પિતાની તાકાત બતાવતું હતું.
રમના પતનના આચકામાંથી પશ્ચિમ યુરેપ થાળે પડવા માંડયું હતું અને ત્યાં હવે નવી જ રીતે પુનર્ઘટના થવા લાગી હતી. પરંતુ એ આચકામાંથી થાળે પડતાં તેને ઘણે સમય લાગ્યો. પરંતુ વખત જતાં તે ખીલતી ગઈ તેમ તેમ પશ્ચિમ યુરોપમાં નવી વ્યવસ્થા આપણે નિહાળી શકીએ છીએ. કદી કદી સાધુ-સંતેના શાંતિમય પ્રયાસોથી તે કદી કદી પરાક્રમી રાજાઓની તરવારના જેરથી ખ્રિસ્તી ધર્મને ફેલાવે થતા જતા હતા. નવાં નવાં રાજ્ય ઊભાં થાય છે. કાંસ, બેલ્જિયમ અને જર્મનીના અમુક ભાગમાં લેવીસ નામના પિતાના રાજાની આગેવાની નીચે ફેંક જાતિના લેકે (આ લેકેને તે પછીના ફ્રેંચ લેકે જેડે સેળભેળ કરી દઈશ નહિ.) રાજ્ય સ્થાપ્યું. લેવીસે ૪૮૧થી ૫૧૧ની સાલ સુધી રાજ્ય કર્યું. લેવીસના દાદાના નામ ઉપરથી આ રાજવંશ મેરે વિજિયન વંશ કહેવાય છે. પરંતુ થોડા જ સમયમાં “મેયર ઓફ ધ પેલેસ” એટલે કે રાજમહેલના કારભારી નામથી ઓળખાતા રાજદરબારના અધિકારીએ રાજ્યની લગામ પિતાને હાથ કરી અને રાજાને પાછો પાડી દીધો. આ મેયરે અથવા કારભારીઓ, સર્વસત્તાધીશ થયા એટલું જ નહિ પણ તેમને હોદ્દો પણ વંશપરંપરાગત થઈ ગયે. રાજ્યના ખરા શાસકે તેઓ જ હતા, કહેવાતા રાજાઓ તે માત્ર પૂતળાં જેવા હતા.