________________
નથી મંગેલિયા સુધીની આરાના વિજયકૂચ રપ૭ કલ્પના રહેલી છે. એની કમાને, થાંભલા, મિનારા અને ઘુમ્મટ જોઈને ખજૂરીની વાડીની કમાને અને ઘુમ્મટનું સ્મરણ થાય છે.
આ સ્થાપત્ય હિંદમાં પણ આવ્યું. પરંતુ તેના ઉપર હિંદની ભાવના અને કલ્પનાની અસર પડી અને તેને પરિણામે એક મિશ્ર શૈલી પેદા થઈ સેરેસની સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનાઓ હજી પણ સ્પેનમાં મોજૂદ છે.
સામ્રાજ્ય અને ધનદોલતને કારણે આરબમાં વૈભવવિલાસ દાખલ થયાં અને તેને પરિણામે વિલાસની રમત અને કળાએ ખીલી. આરબો ઘેડદોડની શરતના ભારે રસિયા હતા તેમજ પોલે, અને શેતરંજ રમવાના તથા શિકાર ખેલવાના પણ તેઓ ખૂબ શોખીન હતા. સંગીતને અને ખાસ કરીને ગાયનને તેમને અજબ શેખ હતા અને પાટનગર ગવૈયાઓ તથા તેમની મંડળીઓથી ભરચક રહેતું.
ધીમે ધીમે બીજે પણ એક ભારે અને કમનસીબ ફેરફાર દાખલ થયે. તે ફેરફાર સ્ત્રીઓની સ્થિતિની બાબતમાં થવા પામ્યું. આરબ લેકની સ્ત્રીઓ કદી પણ પડદો રાખતી નહોતી. તેને એકાંતમાં સંતાડી રાખવામાં પણ નહોતી આવતી. તે છૂટથી બહાર હરતીફરતી, મસ્જિદ કે વ્યાખ્યાનમાં જતી અને કઈ કઈ વાર પિતે પણ વ્યાખ્યાન આપતી. પરંતુ સફળતા પ્રાપ્ત થયા પછી આરબ લેકે તેમની બંને બાજુએ આવેલાં પુરાણું સામ્રાજ્યના એટલે કે પૂર્વ રેમન સામ્રાજ્ય અને ઈરાનના સામ્રાજ્યના રીતરિવાજોનું વધુ ને વધુ પ્રમાણમાં અનુકરણ કરતા ગયા. આરબોએ પૂર્વ રેમન સામ્રાજ્યને હરાવ્યું હતું અને ઈરાનના સામ્રાજ્યને તેમણે નાશ કર્યો હતો પરંતુ તેઓ પિતે એ સામ્રાજ્યના કુરિવાજો અને કુટેવોના ભોગ બન્યા. એમ કહેવાય છે કે ખાસ કરીને કન્ઝાન્ટિનોપલ અને ઈરાનની અસરને લીધે જ આરબ લેકેમાં સ્ત્રીઓને એકાંતમાં અળગી રાખવાનો રિવાજ શરૂ થયું. એમાંથી ધીમે ધીમે જનાના રાખવાનો રિવાજ દાખલ થયા અને સમાજમાં સ્ત્રીપુરુષોને. મેળાપ ઉત્તરોત્તર ઓછો થતે ગયે. કમનસીબે સ્ત્રીઓને પડદામાં રાખવાનો રિવાજ મુસલમાની સમાજના એક અંગરૂપ બની ગયો અને મુસલમાને અહીં આવ્યા પછી હિંદુસ્તાને પણ એમની પાસેથી એ કુરિવાજ શીખી લીધે. આ જંગલી રિવાજને કેટલાક લેકે હજી પણ વળગી રહ્યા છે એ જોઈને મને ભારે આશ્ચર્ય થાય છે. જ્યારે પણ મને બહારની દુનિયાથી અળગી પડેલી પડદે ધારણ કરનાર સ્ત્રીને