________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન * સાથે લડવાની પુરાણી ટેવ આ છોડી શક્યા નહિ. હા, હવે તે લડવા માટે યોગ્ય કારણું પણ તેમને મળ્યું હતું. કેમકે અરબસ્તાનની લગામ જેના હાથમાં હોય તેના હાથમાં મહાન સામ્રાજ્યને કાબૂ આવતે. એથી કરીને ખલીફાની જગ્યા મેળવવા માટે વારંવાર તકરાર થતી. નાના નાના કુટુંબકલેશેમાંથી અને એવા બીજા નવા ઝઘડાઓમાંથી આંતર યુદ્ધ પણ ફાટી નીકળતું. આ ઝઘડાઓને પરિણામે . ઈસ્લામ ધર્મમાં બે પંથ પડ્યા. અને એ બંને પંથે – શિયા અને સુન્ની – આજે પણ મોજૂદ છે.
આરંભના બે મહાન ખલીફ – અબુબકર અને ઉમર – ના અમલ પછી તરત જ ઝઘડો ઊભો થયો. મહંમદ સાહેબનાં પુત્રી ફાતિમાના પતિ અલી થોડા સમય માટે ખલીફા થયા. પરંતુ એ દરમ્યાન આખો વખત તકરાર ચાલ્યા જ કરતી હતી. અંતે અલીનું ખૂન થયું અને થોડા સમય પછી તેમના પુત્ર હુસેન અને તેના પરિવારની કરબલાના મેદાનમાં કતલ કરવામાં આવી. કરબલાની આ કરુણ ઘટનાને માટે મુસલમાને અને ખાસ કરીને શિયા મુસલમાનો દર વરસે મુહર્રમના મહિનામાં શેક પાળે છે.
હવે ખલીફા નિરંકુશ અને આપખુદ રાજા બને છે. તેને વિષે હવે પ્રજાતંત્ર કે ચૂંટણી જેવું કશું રહ્યું નહોતું. તેના સમયના બીજા કઈ આપખુદ રાજાના જેવો જ તે પણ હતા. સિદ્ધાંતમાં તે તે ધર્મના વડા અને ઈમાનદારના એટલે કે, મુસલમાનોના સેનાની તરીકે ચાલુ રહ્યો. આ રાજાઓ ઇસ્લામના મુખ્ય રક્ષક ગણાતા હોવા છતાં તેમાંના કેટલાકે તે છડેચેક ઈસ્લામનું અપમાન પણ કર્યું છે.
લગભગ સો વરસ સુધી મહંમદ સાહેબના કુટુંબની એક શાખામાંથી ખલીફાઓ થયા હતા. તેઓ ઉમૈયાના નામથી ઓળખાતા હતા. તેમણે દમાસ્કસને પિતાનું પાટનગર બનાવ્યું હતું. એ પ્રાચીન શહેર મહેલે, મસ્જિદ અને ફુવારાઓ વગેરેથી અતિશય રળિયામણું બન્યું. દમાસ્કસની પાણી પૂરું પાડવાની વ્યવસ્થા બહુ પ્રખ્યાત હતી. આ સમય દરમ્યાન આરબ લેકોએ સ્થાપત્યની એક નવીન શૈલી ખીલવી. તે સેરેસની સ્થાપત્ય તરીકે ઓળખાય છે. એ સ્થાપત્યમાં બહુ શણગારને સ્થાન નથી હોતું. પરંતુ તે સાદું, ભવ્ય અને રમણીય હોય છે. એ સ્થાપત્યની પાછળ અરબસ્તાન અને સીરિયાની સુંદર ખજૂરીઓની