________________
૨૩૬ જગતના ઇતિહાસનું રેખાદર્શન જાવા અને મજાપહિતને બાકીને ઇતિહાસ આ પછીના પત્રમાં આપણે જોઈશું.
મારે અહીં જણાવવું જોઈએ કે બેનિં. અને ફિલિપાઈન ટાપુના લેકે લખવાની કળા પુરાણ પલ્લવ સંસ્થાને મારફતે હિંદ પાસેથી શીખ્યા હતા. કમનસીબે ફિલિપાઈનનાં ઘણાંખરાં હસ્તલિખિત પુસ્તકને સ્પેનના લેકેએ નાશ કર્યો છે.
તારે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે આ બધા ટાપુઓમાં ઇસ્લામના આગમન પહેલાં પ્રાચીન કાળથી આરબ લેકની વસાહત પણ હતી. આરબ લેકે મોટા સોદાગર હતા અને જ્યાં જ્યાં વેપારનું સ્થાન મળી આવે ત્યાં તેઓ પોંચી જતા.