________________
ભવ્ય અગકાર અને શ્રીવિજય
૧૩૫
મેં તને કહ્યું છે કે, શ્રીવિજયનું સામ્રાજ્ય સિલેાનથી માંડીને ચીનમાં આવેલા કૅન્ટાન સુધી વિસ્તરેલું હતું. આ તેની વચ્ચે આવેલા બધા ટાપુએ તેના કબજામાં હતા. પરંતુ એક નાનકડા ટુકડાને તે કદીયે પરાજય ન કરી શકયુ. આ ટુકડા તે જાવાને પૂર્વ તરફને ભાગ હતા. તે સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી રહ્યો. અને હિંદુધર્માંતે પણ વળગી રહ્યો. ઐાદ્ધ ધર્મ સ્વીકારવાની તેણે ના પાડી. આ રીતે પશ્ચિમ જાવા શ્રીવિજયની હકૂમત નીચે હતું અને પૂર્વ જીવા સ્વતંત્ર હતું. પૂર્વ જાવાનું આ હિંદુ રાજ્ય પણ વેપારી રાજ્ય હતું; વેપાર ઉપર જ તેની આબાદીના આધાર હતું. સિ ંગાપોર તરફ તે કાંભરી નજરે જોતું રહ્યું હશે. કેમકે પોતાના સ્થાનની અનુકૂળતાને કારણે તે વેપારનું મોટું મથક બન્યું હતું. આમ શ્રીવિજય અને પૂર્વ જાવા વચ્ચે ભારે સ્પર્ધા હતી અને તે કટ્ટર દુશ્મનાવટમાં પરિણમી. બારમી સદી પછી શ્રીવિજયને આંટીને જાવાનું રાજ્ય ધીરે ધીરે વધવા માંડયું અને ચૌદમી સદીમાં — ૧૩૭૭ની સાલમાં — તેણે શ્રીવિજયને સંપૂર્ણ પરાજય કર્યાં. અને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને પરિણામે ભારે વિનાશ થયો. સિગાપાર અને શ્રીવિજય એ અને નગરેશને નાશ કરવામાં આવ્યો. આ રીતે મલેશિયાના બીજા મહાન શ્રીવિજયના સામ્રાજ્યને — અંત આવ્યે અને તેનાં માપહિતનું ત્રીજું સામ્રાજ્ય ઊભું થયું.
-
સામ્રાજ્યતા - ખંડિયેરા ઉપર
શ્રીવિજય સાથેના યુદ્ધમાં પૂજાવાના લકાએ ભારે ક્રૂરતા અને જંગલીપણું દાખવ્યાં હતાં એ ખરું, પરંતુ જાવાનાં તે સમયનાં આજે મળી આવતાં ઘણાં પુસ્તક ઉપરથી જણાય છે કે પૂર્વ જાવાના આ હિંદુ રાજ્યમાં ઊંચી કક્ષાની સંસ્કૃતિ ખીલી હતી. ઇમારતા અને ખાસ કરીને મંદિર બાંધવામાં તે સાને ટપી ગયું હતું. ત્યાં આગળ ૫૦૦ થી પણ વધારે મિદા બાંધવામાં આવ્યાં હતાં અને તેમાંનાં કેટલાંક તો પથ્થરના સ્થાપત્યના દુનિયાના સાથી સરસ અને કલાપૂર્ણ નમૂનારૂપ હતાં એમ કહેવાય છે. આ મોટાં મોટાં મિંદરોમાંનાં ઘણાંખરાં સાતમી સદીના વચગાળાથી દશમી સદીના વચગાળા સુધીના કાળમાં એટલે કે ૬૫૦ અને ૯૫૦ની સાલ વચ્ચેના ગાળા દરમ્યાન બાંધવામાં આવ્યાં હતાં. આ પ્રચંડ મંદિર બાંધવા માટે જાવાના લોકેએ હિંદુસ્તાનથી તેમ જ પોતાની આસપાસના દેશોમાંથી સ ંખ્યાબંધ સિદ્ધહસ્ત કારીગરો અને સ્થપતિઓને પેાતાની મદદમાં ખેલાવ્યા હશે,