________________
૪૬ ભવ્ય અંગકોર અને શ્રીવિજય
૧૭ મે, ૧૯૭૬ હવે આપણે બહદ્ ભારત, એટલે કે દક્ષિણ હિંદના લોકોએ મલેશિયા અને હિંદી ચીનમાં વસાવેલાં સંસ્થાને અને વસાહત તરફ જઈએ. એ સંસ્થાને યેજનાપૂર્વક અને વ્યવસ્થિત રીતે વસાવવામાં આવ્યાં હતાં એ હું તને આગળ ઉપર કહી ગયો . એ કંઈ આપોઆપ કે ફાવે તેમ વસ્યાં હતાં. એ સંસ્થાને બરાબર વસ્યાં તે પહેલાં દરિયાપાર અનેક સફરો થઈ હશે અને એ રીતે સમુદ્ર ઉપર પૂર કાબૂ મેળવવામાં આવ્યું હશે. નહિ તે એકી વખતે ઘણી જગ્યાઓએ ભેજનાપૂર્વક સંસ્થાને વસાવવાનું કેવી રીતે બની શકે ? આ સંસ્થાને ઈશુની પહેલી અને બીજી સદી દરમ્યાન વસ્યાં હતાં એ પણ મેં તને કહ્યું છે. એ બધાં હિંદુ સંસ્થાને હતાં અને તેમણે દક્ષિણ હિંદનાં નામે ધારણ કર્યા હતાં. કેટલીક સદીઓ પછી ધીમે ધીમે ત્યાં આગળ બૌદ્ધ ધર્મ ફેલા અને લગભગ આખો હિંદુધમ મલેશિયા બૌદ્ધધમ બની ગયે.
પ્રથમ આપણે હિંદી ચીન જઈએ. સૌથી પહેલા સંસ્થાનનું નામ ચંપા હતું અને તે અનામ પ્રદેશમાં આવેલું હતું. ઈસવી સનની ત્રીજી સદીમાં ત્યાં આગળ પાંડુરંગમ નામનું શહેર વિકસતું આપણને માલૂમ પડે છે. એ પછી બસે વરસ બાદ અનામમાં કબજિયા નામના એક મહાન નગરની ચડતી કળા થઈ. એ શહેરમાં સંખ્યાબંધ મોટી મોટી ઈમારત અને પાષાણનાં મંદિરે હતાં. બધાં જ હિંદી સંસ્થાનોમાં એ સમયે મોટી મોટી ઈમારતે ઊભી થતી હતી એમ જણાય છે. સમુદ્ર ઓળંગીને સ્થપતિઓ તથા સિદ્ધહસ્ત સલાટો હિંદમાંથી લાવવામાં આવ્યા હશે અને એ લેકે પિતાની સાથે સ્થાપત્યની હિંદી પ્રણાલી ત્યાં આગળ લઈ ગયા હશે. જુદાં જુદાં રાજ્યો અને ટાપુઓ વચ્ચે ઇમારતે બાંધવાના કાર્યમાં ભારે સ્પર્ધા ચાલતી હતી અને એ સ્પર્ધાને પરિણામે ત્યાં આગળ ઉચ્ચ પ્રકારની કળાને વિકાસ થવા પામ્યું હતું.