________________
મધ્યકાલીન હિંદ
૨૨૯ સામાજિક દરજ્જામાં ઊંચે ચડવાની વધારે પ્રચલિત રીત તે એ હતી કે કઈ આખીને આખી પેટાજાતિ એક પગથિયું ઉપર ચડી જતી હતી. ઘણી વાર હિંદુ ધર્મ કેઈ નવી જાતિને પિતાના નીચલા થરમાં અપનાવી લે અને પછી તે જાતિ ધીમે ધીમે ઊંચે ચડતી.
આ ઉપરથી તને જણાશે કે પશ્ચિમની પેઠે હિંદુસ્તાનમાં મજૂર ગુલામની પ્રથા નહેતી એ ખરું, પરંતુ આપણી સમાજવ્યવસ્થામાં પણ ચડતાઊતરતા દરજજા હતા એટલે કે એક વર્ગ ઉપર બીજે વર્ગ હતે. સમાજવ્યવસ્થાની ટોચે ઊભેલા લેક નીચલા થરના કરડે માણસનું શેષણ કરતા અને તેમને બધો બોજો એ લેકેને ઉઠાવવો પડત. સમાજના નીચલા થરના લેકેને કેળવણી અથવા તાલીમ લેવાની તક ન આપીને સમાજની ટેચે ઊભેલા લેકે આ સ્થિતિ નિરંતર ટકાવી રાખવાની અને બધી સત્તા પોતાના હાથમાં રાખવાની કાળજી રાખતા. ગ્રામપંચાયતોમાં ખેડૂત વર્ગને કંઈક અવાજ હશે અને તેમની અવગણના ન થઈ શકતી હોય એમ લાગે છે, પરંતુ એ પંચાયતમાં પણુ ગણ્યાગાંઠયા કુશળ બ્રાહ્મણોનું ચલણ હોવાને ઘણે સંભવ છે.
આ આર્ય શાસનપદ્ધતિ આર્યો હિંદમાં આવીને દ્રવિડ લેકોના સંસર્ગમાં આવ્યા ત્યારથી માંડીને જે સમયની આપણે વાત કરી રહ્યાં છીએ તે મધ્યયુગ સુધી ચાલુ રહી હતી એમ જણાય છે. પરંતુ વખત જતાં એ શાસનપદ્ધતિ વધુ ને વધુ નબળી પડતી અને બગડતી જતી દેખાય છે. એમ હોય કે તે ધીરે ધીરે જીર્ણ થતી જતી હતી અથવા બહારથી આવતા ઉપરાછાપરી હુમલાઓને કારણે કદાચ તે ક્ષીણ થઈ ગઈ હોય.
તને એ જાણીને આનંદ થશે કે પ્રાચીન કાળમાં હિંદે ગણિતના વિષયમાં ભારે પ્રગતિ કરી હતી અને એ વિષયનાં પ્રખ્યાત નામમાં લીલાવતી નામની એક સ્ત્રીને પણ સમાવેશ થાય છે. એમ કહેવાય છે કે, લીલાવતી, તેને પિતા ભાસ્કરાચાર્ય અને ઘણું કરીને બ્રહ્મગુપ્ત નામને એક માણસ એમ ત્રણેએ મળીને દશાંશ પદ્ધતિ પહેલવહેલી શેલી કાઢી હતી. બીજગણિતની શેધ પણ પહેલવહેલી હિંદમાં જ થઈ હતી એમ કહેવાય છે. બીજગણિત હિંદમાંથી અરબસ્તાનમાં ગયું, અને ત્યાંથી તે યુરોપ પહોંચ્યું. બીજગણિત માટે અંગ્રેજી શબ્દ એજિબ્રા” એ મૂળ અરબી શબ્દ છે.