________________
હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ
૨૧૧ કેદમાંથી છટકી ગઈ અને ડુંગરાઓમાં ભાગી છૂટી તથા દુઃખથી કંટાળીને તેણે પિતાના જીવનનો અંત આણવાનો સંકલ્પ કર્યો. એમ કહેવાય છે કે તે સતી થવાની અણી ઉપર હતી ત્યાં હર્ષે તેને શેધી કાઢી અને તેને મરતી બચાવી.
પિતાની બહેનને શોધી કાઢીને બચાવી લીધા પછી હર્ષો પહેલું કામ પિતાના ભાઈને દગાથી મારી નાખનાર નાનકડા રાજાને સજા કરવાનું કર્યું. તેણે તે રાજાને સજા કરી એટલું જ નહિ પણ અરબી સમુદ્રથી બંગાળના ઉપસાગર સુધીના અને દક્ષિણે છેક વિંધ્યાચળ સુધીના ઉત્તર હિંદને જીતી લીધું. વિંધ્યાચળની પેલી પાર ચાલુક્ય સામ્રાજ્ય હતું એટલે તેનાથી તે આગળ વધતો અટક્યો.
હર્ષવર્ધને કનોજને પિતાની રાજધાની બનાવી. પિતે પણ કવિ અને નાટકકાર હોવાથી તેણે પિતાની આસપાસ ઘણા કવિઓ અને કળાકારોને એકઠા કર્યા અને કનોજ એક પ્રખ્યાત શહેર બની ગયું. હર્ષ ચુસ્ત બૈદ્ધ હતું. એક અલગ ધર્મ તરીકે બોદ્ધ ધર્મ હિંદમાં એ સમયે બહુ ક્ષીણ થઈ ગયો હતો. બ્રાહ્મણ લેકે ધીમે ધીમે તેને પિતાના ધર્મમાં સમાવી રહ્યા હતા. હર્ષ હિંદને છેલ્લે મહાન બદ્ધ સમ્રાટ હતો. - આ હર્ષના અમલ દરમ્યાન આપણે જૂને મિત્ર હ્યુએનત્સાંગ હિંદમાં આવ્યો હતે. હિંદમાંથી પાછા ફર્યા પછી તેણે પિતાના પ્રવાસ વિષે લખેલા પુસ્તકમાંથી આપણને હિંદ તેમજ મધ્ય એશિયાના જે દેશે ઓળંગીને તે આવ્યો હતો તેમને વિષે ઘણું જાણવાનું મળે છે. તે ભાવિક શ્રદ્ધ હતો અને બૌદ્ધ ધર્મનાં પવિત્ર સ્થાનની યાત્રા કરવાને તથા એ ધર્મના પવિત્ર ગ્રંથ પિતાની જોડે લઈ જવાને માટે અહીં આવ્યો હતો. તે ગેબીના રણમાં થઈને આવ્યો હતો અને માર્ગમાં તેણે તાસકંદ, સમરકંદ, બખ, ખોતાન અને ચારકંદ વગેરે પ્રખ્યાત શહેરોની મુલાકાત લીધી હતી. આખા હિંદમાં તેણે પ્રવાસ કર્યો હતો અને કદાચ તે સિલેન પણ ગયો હોય એ સંભવ છે. તેનું પુસ્તક એ તેણે જે જે દેશની મુલાકાત લીધી હતી તેને વિષેનાં યથાતથ નિરીક્ષણ અને આબેએ અવલેકનોનો અભુત અને હેરત પમાડે તે હેવાલ છે. આજે પણ સાચાં લાગે એવાં હિંદના જુદા જુદા ભાગના લોકોનાં
* “ હ્યુએનસાંગ ને કેટલાક લોકો યુએન-ચાંગ, યુઆન સ્વાંગ કે હવાન-ત્સાંગ એવો ઉચ્ચાર કરે છે.