________________
૪૩ હર્ષવર્ધન અને હ્યુએનત્સાંગ
૧૧ મે, ૧૯૩૨ હવે આપણે પાછાં હિંદ તરફ જઈએ. દૂણ લેકેને હરાવીને હાંકી કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમાંના કેટલાક દેશને ખૂણેખાંચરે રહી ગયા હતા. બાલાદિત્ય પછી મહાન ગુપ્ત વંશને અસ્ત થયે અને ઉત્તર હિંદમાં નાનાં મોટાં ઘણાં રાજ્ય ઊભાં થયાં. દક્ષિણમાં પુલકેશીએ ચાલુક્ય સામ્રાજ્ય સ્થાપ્યું હતું.
કાનપુરની પાસે જ કનાજનો નાનકડે કસબો છે. આજે તે કાનપુર મોટું શહેર છે પરંતુ કારખાનાઓ અને તેમનાં ભૂંગળાઓને કારણે તે બહુ કદરૂપું દેખાય છે. કનેજ એક મામૂલી સ્થાન છે અને તે એક સામાન્ય ગામથી મોટું નથી. પરંતુ જે સમયની હું વાત કરું છું ત્યારે કનોજ એક મહાન પાટનગર હતું અને ત્યાંના કવિઓ, કળાકારે તથા ફિલસૂફે માટે પ્રખ્યાત હતું. તે વખતે કાનપુરનું તે નામનિશાન પણ નહતું અને ત્યાર પછી ઘણી સદીઓ બાદ તે હસ્તીમાં આવવાનું હતું.
કને જ એ આજનું નામ છે. તેનું મૂળ નામ કાન્યકુબ્ધ છે. એનો અર્થ ખૂંધી છોકરી” એ થાય છે. એને વિષે એવી વાત ચાલે છે કે કોઈ પ્રાચીન ઋષિ પિતાની અવગણના થઈ છે એવું ધારી લઈને ગુસ્સે થયો અને તેણે રાજાની સે પુત્રીઓને શાપ આપીને ખંધી કરી નાખી! અને તે સમયથી તેમના રહેઠાણના શહેરનું નામ ખૂંધી કન્યાઓનું શહેર'– કાન્યકુબ્ધ—પડ્યું.
પરંતુ સંક્ષેપને ખાતર આપણે તેને કનોજ જ કહીશું. દૂણ લેઓએ કનોજના રાજાને મારી નાખ્યું અને તેની રાણી રાજશ્રીને કેદ કરી. એથી કરીને તેને ભાઈ રાજવર્ધન પિતાની બહેનને છોડાવવાને માટે દૂણોની સામે લડ્યો. તેણે કૂણોને હરાવ્યા ખરા પરંતુ કેઈએ તેનું દગાથી ખૂન કર્યું. પછીથી તેને નાનો ભાઈ હર્ષવર્ધન પિતાની બહેન રાજશ્રીની શોધમાં નીકળ્યો. તે બાઈ બીચારી ગમે તેમ કરીને