________________
નવા વરસની ભેટ હું એટલે બધે નિમગ્ન થઈ જાઉં છું કે ભૂતકાળને વિચાર કરવાની મને ફુરસદ નથી રહેતી. પણ મને લાગ્યા કરે છે કે, એમ કરવું એ બરાબર નથી. બહારના કાર્યમાં હું ભાગ ન લઈ શકે એમ હોય તે પછી મારે એની ચિંતા શાને કરવી જોઈએ ?
પણ તને લખવાનું મેકૂફ રાખવાનું ખરું કારણ તે બીજું જ છે. તને એ કાનમાં કહી દઉં? તને શીખવવા જેટલું બધું જ હું જાણું છું કે કેમ એની હવે મને શંકા પડવા લાગી છે! તું એટલી ઝડપથી મટી થતી જાય છે, અને એટલી સમજણી બનતી જાય છે કે શાળામાં, કૉલેજમાં કે તે પછી હું જે કંઈ શીખ્યો છું તે તને ભણાવવા માટે અધૂરું લાગે છે – કંઈ નહિ તે, એ બધું તને વાસી થઈ ગયેલું લાગે. થડા વખત પછી એમ પણ બને કે મારી શિક્ષિકા બનીને ઘણી નવી વસ્તુઓ તું જ મને શીખવે. તારી છેલ્લી વરસગાંઠને વખતે લખેલા પત્રમાં મેં તને જણાવ્યું હતું તેમ, વધારે પડતી અક્કલને કારણે પેટ ફાટી ન જાય એટલા માટે તેની ફરતે તાંબાનું પતરું વીંટાળીને ફરતા પેલા દોઢડાહ્યા જેવો તે હું નથી જ.
તું મસૂરી હતી ત્યારે દુનિયાના આરંભકાળ વિષે તને લખવું સહેલું હતું. કારણ, એ સમય વિષે આપણને જે કંઈ જ્ઞાન છે એ અસ્પષ્ટ અને અનિશ્ચિત છે. પરંતુ એ અતિશય પ્રાચીન કાળ વટાવીને ધીરે ધીરે માનવઈતિહાસને આરંભ થાય છે, અને પૃથ્વીના જુદા જુદા ભાગોમાં માણસ પિતાની ચિત્રવિચિત્ર યાત્રા શરૂ કરે છે. અને કેટલીક વાર ડહાપણભરી તથા ઘણી વાર ગાંડપણ અને બેવકૂફીભરી મનુષ્યની એ જીવનયાત્રાનું નિરૂપણ કરવું સહેલું નથી. પુસ્તકોની સહાયથી એ પ્રયાસ થઈ શકે ખરે, પરંતુ નની જેલમાં કંઈ પુસ્તકાલય નથી. એટલે મને ભય રહે છે કે, મારી ઘણીયે ઈચ્છા હોવા છતાં જગતના ઇતિહાસનો સળંગ હેવાલ હું તને આપી શકીશ નહિ. છોકરા છોકરીઓ માત્ર એક જ દેશને ઈતિહાસ શીખે, અને તેમાં પણ ઘણી વાર તે તેઓ કેટલીક તારીખે અને થોડી હકીકતે ગોખી કાઢે, એ મને જરાયે પસંદ નથી. ઇતિહાસ એ તે એક સળંગસૂત્ર અને અખંડ વસ્તુ છે; એટલે દુનિયાના ઇતર ભાગમાં શું બન્યું હતું એનાથી માહિતગાર ન હોઈએ તે આપણે કોઈ એક દેશને ઈતિહાસ પણ બરાબર ન સમજી શકીએ. હું ઉમેદ રાખું છું કે આમ સંકુચિત દૃષ્ટિથી કેવળ એક બે દેશ પૂરતું જ નહિ પણ આખી દુનિયાનું અવલોકન કરીને