________________
વરસગાંઠને દિવસે નથી એ તે તું જાણે છે. આપણે કશું જ છુપાવવાનું નથી. આપણે જે કંઈ કરીએ કે બોલીએ એથી આપણે ડરતાં નથી. આપણે તે ધોળે દિવસે છડેચક કાર્ય કરીએ છીએ. એ જ રીતે આપણે ખાનગી
વ્યવહારમાં પણ ગુપ્તતાથી કે ચોરીછૂપીથી નહિ પણ છડેચક કાર્ય કરવું જોઈએ. એકાન્ત આપણે ભલે સેવીએ, સેવવું પણ જોઈએ. પણુ ગુપ્તતા અને એકાન્ત સાવ નિરાળી વસ્તુઓ છે. બેટી! આ રીતે વર્તશે તે તું તેજસ્વી કન્યા બનશે અને ગમે તેવા સંજોગોમાં પણ નિર્ભય, સ્વસ્થ અને શાન રહી શકશે.
તને બહુ લાંબે પત્ર લખી નાખે. પણ હજી તે તને કેટલું બધું કહેવાની મને ઊલટ છે! એ બધું એક પત્રમાં તે કેમ સમાય ?
મેં ઉપર કહ્યું તેમ, આપણું દેશમાં આઝાદી માટે ચાલી રહેલી મહાન લડતની સાક્ષી બની એ તારું અહોભાગ્ય છે. વળી એક અતિશય બહાદુર અને અદ્ભુત સ્ત્રી તારી માતા છે એ પણ તારું મહદ્ ભાગ્ય છે. અને જ્યારે તું કંઈ શંકા કે વિમાસણમાં પડે અથવા કંઈ મુશ્કેલીમાં આવી પડે એ સમયે તારી મા કરતાં બીજે કઈ વધારે સારો મિત્ર તને મળનાર નથી.
બેટી, હવે હું તારી રજા લઉં છું, અને આશા રાખું છું કે ભારતની સેવામાં તું એક બહાદુર સૈનિક બને.
તને મારા પ્રેમભર્યા આશીર્વાદ છે.