________________
વિદેશી બજાર પર હિંદને કાબૂ
૫ મે, ૧૯૩૨ ઈતિહાસના જે પ્રાચીન યુગ વિષે આપણે વાત કરી રહ્યાં છીએ તે દરમ્યાન હજારથી પણ વધારે વરસ સુધી પશ્ચિમ યુરોપ અને પશ્ચિમ એશિયા તથા પૂર્વમાં છેક ચીન સુધી હિંદને ધીકત વેપાર ચાલતો હતું. આમ થવાનું કારણ શું? તે સમયના હિંદીઓ કાબેલ નાવિકે અને વેપારીઓ હતા એમાં શંકા નથી તેમજ તે લકે કુશળ કારીગરે હતા એ પણ નિર્વિવાદ છે. પરંતુ હિંદીઓએ પરદેશનાં બજારને કબજે માત્ર તેમની નાવિક કે વેપારી તરીકેની કાબેલિયત અથવા તે કારીગર તરીકેની તેમની આવડત અને કુશળતાને કારણે જ નહોતા મેળવ્યું. આ બધી અનુકૂળતાઓ એમાં સહાયભૂત થઈ હતી ખરી પરંતુ હિંદીઓ દૂરનાં બજારેને કબજો મેળવી શક્યા એનું પ્રધાન કારણ તે રસાયણવિદ્યામાં અને ખાસ કરીને રંગવાની કળામાં એમણે પ્રગતિ કરી હતી એ જણાય છે. તે સમયના હિંદીઓએ કાપડ રંગવાના પાકા રંગે બનાવવાની વિશિષ્ટ પદ્ધતિ શોધી કાઢી હતી. ગળીના છોડવામાંથી પાકો “ઈડિગે” એટલે કે નીલે રંગ બનાવવાની ખાસ પદ્ધતિ પણ તેમને માલૂમ હતી. જોશે કે એ રંગનું નામ ઇડિગો’ પણ હિંદના યુરોપિયનોએ પાડેલા નામ “ઇડિયા” ઉપરથી જ પડ્યું છે. સંભવ છે કે પ્રાચીન હિંદવાસીઓ ઉત્તમ પિલાદ અને પિલાદનાં ઊંચી જાતનાં હથિયારો પણ બનાવી જાણતા હશે. આગળ ઉપર મેં તને કહ્યું હતું તે તને યાદ હશે કે સિકંદરની ચડાઈ અંગેની જૂની ફારસી કથાઓમાં જ્યાં
જ્યાં પાણીદાર તરવાર કે ઉત્તમ પ્રકારના ખંજરનો ઉલ્લેખ આવે છે ત્યાં સાથે સાથે એમ પણ કહેવામાં આવેલું છે કે એ હથિયારે હિંદી બનાવટનાં હતાં.
બીજા દેશો કરતાં હિંદુસ્તાન આ રંગ અને બીજી ચીજો વધારે સારી બનાવી શકતું હતું એટલે વિદેશી બજારો ઉપર તેને કાબૂ હોય