________________
હૂણ લેાકાનું' હિંદમાં આગમન
૧૯૫
ઉદય પામતાં આપણને માલૂમ પડે છે. જોકે દક્ષિણ હિંદમાં આ અરસામાં એક મોટું રાજ્ય વિકસે છે. રામચંદ્રના વંશજ હેાવાને દાવા કરનાર પુલકેશી નામના રાજાએ દક્ષિણમાં એક સામ્રાજ્ય સ્થાપ્યું. એ ચાલુક્ય સામ્રાજ્યને નામે ઓળખાય છે. આ દક્ષિણના લકાએ પૂર્વ તરફના ટાપુઓમાં વસતા હિંદી વસાહતીઓ જોડે નિકટના સંબધ રાખ્યા હશે તથા એ ટાપુએ અને હિંદુ વચ્ચે નિર ંતર અવરજવર ચાલુ રહી હશે. આપણને એ પણ જાણવા મળે છે કે હિંદનાં વહાણા માલ લઈને વારંવાર ઈરાન જતાં. ચાલુક્ય રાજાઓ અને ઈરાનના સાસાની રાજાએ એકખીજાના દરબારમાં પોતપોતાના એલચીએ મોકલતા હતા. ખાસ કરીને ઈરાનના મહાન સમ્રાટ ખુશરો બીજાના વખતમાં આ પ્રથા પ્રચલિત હતી.